________________
IL
વીર ! મધુરી વાણી તારી
કામની વૃત્તિનો પ્રકર્ષ કામીને કામાંધ બનાવે છે. એના જીવનમાં વાસનાના મેલાં જલ સર્વત્ર ધસી જઈને ફરી જ વળે છે.
જગતના વિનાશીભાવોને ગુરુચક્ષુથી આરપાર નીહાળી જનાર મહાત્માએ જગતથી વિરક્ત બને છે. એના અંતરમાં વિરાગનો સાગર ભભૂકી ઊઠે છે. અને પછી એ રહી શકતો નથી, જગતને ત્યાગ્યા વિના; એ જંપીને બેસી શકતો નથી ઘરમાંથી નાસી છૂટયા વિના.
બાળક પ્રત્યેની માતાની પ્રેમની ભાવના એ બાળકને ચુમી ભરાવ્યા વિના કેમ રહી શકશે?
નોકર પ્રત્યે ભભૂકી ઊઠેલો શેઠનો રોષ, એને ધક્કો મારીને કાઢી મૂક્યા વિના કેમ રહેશે?
એક કુમારિકાની છેડતી કરતા કોલેજિયનને જોઈ ને સદાચારનો પ્રેમી કોઈ નરબંકો ત્યાં દોડી જઈને કોલેજિયનને તમાચા લગાવી દીધા વિના કેમ રહેશે?
જેના અંતરમાં ક્ષમા ઊભરાઈ છે એ ક્ષમામૂર્તિ ભયંકર અપરાધીને પણ સસમિત ક્ષમા આપ્યા વિના કેમ રહી શકે?
બળબળતા બપોરે ડામરની સડકે ઉઘાડા પગે ચાલતો અને છાંયને શોધતો માણસ છાંયોડ દેખતાં જ ત્યાં દોડી ગયા વિના કેમ રહી શકશે?
શું કામાંધ કદી નિષ્કામ સંતોના ચરણે આળોટશે? શું વિરાગી રાગ-રોષના આચારથી ભડકે જલતા ઘરમાં બેસી રહેશે? શું મમતાળુ મા બાળકને લાફા ઉપર લાફા મારતી રહેશે?
શું ક્રોધથી ધમધમી ઊઠેલો શેઠ નોકરના પગારમાં બઢતી કરી આપશે? અને પોતાની સાથે ખુરશી ઉપર જમવાનું નિમંત્રણ કરશે ?
સદાચારનો પ્રેમી નિર્દોષ કુમારિકાની છેડતી થતી જોઈને પેલા નફફટ કોલેજિયનને હસતો હસતો “બહોત અચ્છા' કહેશે?
ક્ષમામૂર્તિ અપરાધીને ફાંસીના માંચડે ચડાવશે ? ધૂમ તાપથી જેના પગ ચમચમી ગયા છે તે ત્યાં જ પગોને ચોંટાડી દઈને ખડખડાટ
હસશે ?
અસંભવ. અસંભવ. અસંભવ. વૃત્તિના પ્રકર્ષમાં જે પ્રવૃત્તિ થાય તે વૃત્તિને અનુકુળ જ હોય. વૃત્તિ-વિરોધિની