________________
વીર ! મધુરી વાણી તારી
૧૭
તો આખીએ નદીનું સઘળું પાણી દૂર થઈ શકે ખરું..
જો અરવલ્લીના પહાડોમાંથી એક કાંકરી દૂર કરી શકાય છે તો માનવસર્જિત પ્રયત્નોથી એ આખી ગિરિમાળાને સર્વથા નેસ્તનાબૂદ કરી શકાય છે.
ટૂંકમાં, જેનો અંશતઃ ક્ષય શક્ય હોય તેનો સંપૂર્ણ ક્ષય પણ શક્ય છે. પછી વાત બાકી રહે છે માત્ર ગણિતપૂર્વકનો સફળ પુરુષાર્થ કરવાની.
એટલે જો આપણા જેવા આત્માઓમાં રાગાદિભાવોનો અંશતઃ ક્ષય જોવા મળે છે તો એ ભાવોનો સંપૂર્ણ ક્ષય જરૂર સંભવિત-સુસંભવિત બની જાય છે.
જે આત્માઓ એ રાગાદિભાવોના સંપૂર્ણ વિનાશ વેરવાની ભાવનાની આગ જગવે છે પોતાના અંતરમાં, તેઓ એક દિવસ અવશ્યમેવ એવી ધન્ય પળ પામી જાય છે જે પળે પેલી આગમાંથી પ્રગટેલા મહાનલથી સર્વ રાગાદિભાવો બળીને ખાખ થઈ જાય છે. આવા જ આત્માઓને આપણે મહાદેવ કહીશુ. વિતરાગને વીતરાગ તરીકે ઓળખવા શી રીતે?
વૃત્તિ-પ્રવૃત્તિ વચ્ચેનો સંબંધઃ પ્રશ્ન - સારું ત્યારે. કોઈ આત્મા રાગાદિભાવોનો સંપૂર્ણ નાશ કરી શકે છે અને વીતરાગ, વીતદ્વેષ વીતમોહ બની શકે છે એ વાત હવે સમજી શકાય તેવી છે. પરંતુ રાગાદિનો અભાવ તો ચિત્તમાં રહેનારી વસ્તુ છે. બીજી વ્યક્તિઓનએ એ વ્યક્તિના વીતરાગ ભાવની ખબર શી રીતે પડે? કોઈના મનના બાવને બીજા શી રીતે વાંચી શકે ?
ઉત્તર : –બેશક મનના ભાવો જાણી લેવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ મનની વૃત્તિ એ એક એવી વસ્તુ છે કે જો તે ઉગ્રતા (પ્રકર્ષ) પકડતી જાય તો પ્રાયઃ પ્રવૃત્તિમાં પરિણમી ગયા વિના રહી શકતી નથી.
સામાન્ય રીતે માણસની જે વૃત્તિ હોય તેવી જ તેની પ્રવૃત્તિ હોય.
જેને સખ્ત બૂખ લાગી છે તે અદબ વાળીને બેસી જ રહેવાની પ્રવૃત્તિ કરે જ શી રીતે? એ તો ભોજન મેળવવા ફાંફાં મારે અને બોજન મળતાં જ હાથમાં કોળિયો ઉપાડીને મોંમાં મૂક્યાં વિના રહી શકે જ નહિ. ભૂખ્યો અને ભોજનની પ્રવૃત્તિથી વેગળો! એ અસંભવિત બીના છે.
ઘણી વાર ઘણું ઘણું અઘટિત આ જગતમાં બનતું જોવા સાંભળવા મળે છે. કામની વાસનાનો આવેગ બેકાબુ બની જતાં પિતા પિતા નથી રહેતો, માતા માતા મટી જાય છે, ભાઈ ભાઈ નથી રહી શકતો. ત્યાં વયની મર્યાદાઓને, કુળની મર્યાદાઓને, નાતજાત વગેરેના સગપણોને સદંતર દેશવટો દેવાઈ જાય છે.