________________
વીર ! મધુરી વાણી તારી
જગતના સર્વ આત્માઓ રાગાદિભાવવાલા જ છે. ના, નહિ જ. બેશક ઘણા આત્માઓ રાગાદિભાવવાળા જરૂર હોઈ શકે છે પણ કેટલાક આત્માઓ રાગાદિભાવોનો સંપૂર્ણ નાશ કરવાની સફળ સાધના ભૂતકાળમાં કરી ચૂક્યા છે.
વળી બીજી વાત એ પણ છે કે આપણા જેવા જે આત્માઓ રાગાદિભાવવાળા છે તેમને પણ જગતની તમામ વસ્તુઓ પ્રત્યે રાગ નથી હોતો. પોતાના દેશ-કાળ અને પ્રકૃતિ મુજબ તેમને કેટલીક વસ્તુઓ પ્રત્યે રાગ હોતો નથી. દમના દર્દીને દહિં ઉપર, ગધેડાને સાકર ઉપર, રાષ્ટ્રપ્રેમીને પરરાષ્ટ્રના લકો ઉપર, અધર્મીને ધર્મ ઉપર, પુત્રને સાવકી મા ઉપર, ગોરાઓનો હસબીઓ ઉપર, ચીનાઓને અમેરિકનો ઉપર જરા ય રાગ નથી.
આ જ રીતે દ્વેષનું પણ સમજવાનું છે.
આપણામાં દ્વેષ હોવા છતાં જગતના તમામ અણુ-પરમાણુ દ્રવ્યો ઉપર સર્વત્ર દ્વેષ હોતો જ નથી. ઘણી બાબતો એવી પણ હોય છે જેના વિષયમાં આપણે બિલકુલ નિસ્બત ધરાવતા ન હોવાથી; નથી તો તેની ઉપર રાગ હોતો કે નથી તો તે વિષયમાં રોષ થતો. ત્યાં આપણે ઉદાસીન જ રહીએ છીએ.
આમ રાગાદિભાવોવાળા જીવોમાં પણ કેટલાકના રાગાદિભાવોનો ક્ષય થયેલો જોવા મળે છે એ આપણને સુવિદિત હકીકત છે.
સમ્યગુદૃષ્ટિ આત્માને અનંતાનુબંધીના રાગાદિભાવોનો નાશ થો હોય છે, દેશવિરતિધર આત્મા અપ્રત્યાખ્યાનાવરણના રાગાદિનો ક્ષય કરી ચૂક્યો હોય છે, સર્વવિરતિધર આત્મા પ્રત્યાખ્યાનાવરણના રાગાદિનો ધ્વંસ કરી દે છે. જો આ રીતે રાગાદિનો અંશતઃ ક્ષય થયો તો એવા પણ આત્માઓ કેમ ન હોઈ શકે કે જેઓ એ રાગાદિભાવોનો સંપૂર્ણ ક્ષય કરવાનું કાર્ય સિદ્ધ કરી શકે!
જગતની કોઈ પણ ચીજ લાવો જેનો અંશતઃ ક્ષય થતો હોય! તો એ ચીજનો સંપૂર્ણ ક્ષય અવશ્ય થવો જોઈએ.
આકાશના વાદળો જુઓ! જો તે થોડાક પણ વીખરાઈ ને નાશ પામી છે તો એક સમય એવો જરૂર આવી લાગે છે જ્યારે આકાશમાં એક વાદળી સુદ્ધાં જોવા મળતી નથી.
જો વસ્ત્રના એક તંતુનો નાશ થાય છે, તો આખા વસ્ત્રનો પણ નાશ થઈ જ શકે છે.
જો વિરાટ મીસીસીપી-મસુરી નદીમાંથી એક પવાલુ પાણી ઓછું થઈ શકે છે