________________
વીર ! મધુરી વાણી તારી
સત્તાવિહોણા એનામાં સમ્રાટોના શિર ચરણે લોટાવવાની સ્વયંભૂ શક્તિ ઘૂમી રહી છે.
વાસનાનો જે ગુલામ નથી એ તો જગતના સ્વામીઓનો પણ સ્વામી છે. અને વાસનાનો જે દાસ છે એ પોતાની દાસીનો પણ દાસ બની રહે છે. હવે મહિમા કોનો ગાવા જેવો ?
૧૫
રાગ-દ્વેષ અને મોહની ગુલામી જેના કોઈ આત્મપ્રદેશને અડી પણ નથી એવા આત્માઓનો જ ને!
આવા આત્માઓને જ પરમાત્મા કહેવાય. એમને જ મહાદેવ કહેવાય.
દેવ તો જગતમાં બીજા આત્માઓ કદાચ કહી શકાય. જેની જે સ્તવના કરે તેનો તે દેવ કહેવાય. દેવ એટલે સ્તવનીય. નોકરને માટે શેઠ દેવ કહી શકાય, પત્ની માટે પતિ દેવ હોઈ શકે, વિદ્યાર્થી માટે શિક્ષક પણ દેવ બની શકે, પુત્ર માટે માતાપિતા પણ દેવનું સ્થાન પામી શકે.
પરંતુ મહાદેવ-અત્યંત સ્તવનીય - તો તેમાંનો કોઈ જ ન કહી શકાય.
રાગાદિની ગુલામીને જેમણે પોતાના સર્વ આત્મપ્રદેશોમાંથી સર્વથા તગડી મૂકી છે એ જ આ જગતમાં અત્યંત સ્તવનીય કહેવાયઃ એમને જ મહાદેવ કહેવાય.
અને ખરેખર તો મહાપ્રાજ્ઞપુરુષો સ્તવનીયની જ નહિ પરંતુ અત્યંત સ્તવનીય મહાદેવની સ્તવના કરવામાં પોતાનું મન લગાવે છે, દિલ બહેલાવે છે, દિમાગ હલાવે છે.
માત્ર સ્તવનીયની સ્તવના હોય છે.
અત્યંત સ્તવનીયની સ્તવના જ ઉપાદેય છે. પછી નામથી તે ગમે તે હો.
રાગાદિ ત્રિપુટીના વિજયને પામેલા મહિમાવંતાઓને આણા પુનઃપુનઃ અભિવાદન હો.
રાગાદિભાવોનો સંપૂર્ણ નાશ શક્ય છે ?
અહીં એક પ્રશ્ન થાય કે રાગ-દ્વેષ અને મોહના પરિણામોનો સર્વથા નાશ શક્ય છે ખરો ૪ કેમકે જગતમાં જેટલા આત્માઓ દેખાય છે તે બધાયમાં ઓછા વધતા અંશોમાં પણ રાગાદિભાવો તો છે જ. તો પછી સર્વથા રાગાદિભાવ વિનાના આત્માને મહાદેવ કહેવાની વાત જ અસંભવિત બની જાય છે.
આ પ્રશ્નનું સમાધાન આ રીતે છે. પહેલાં તો એ જ વાત બરોબર નથી કે