SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી દુઃખો ઉત્પન્ન કરે છે. એટલે આપણે જે સંસાર પારગામીને મહાદેવ કહેવા છે તે આ દુઃખના મૂળ સ્થાન સમા શરીર અને મન વિનાના જ હોવા જોઈએ. જો એમ ન હોય તો શરીર અને મનના દુઃખે દુઃખી આપણા કરતાં દેવોમાં મહાનતા કયી વાતની? ૫૩ આ તો બહુ સીધી-સાદી સમજાઈ જાય તેવી વાત છે. છતાં કેટલાક ધર્મશાસ્ત્રોમાં સંસાર પારગામી આત્માઓની મહાનતા બતાડવા માટે એમને વિરાટ શરીરની કલ્પના કરવામાં આવી છે. આપણે નાનકડી કોડી જેવડી આંખવાલા પણ એ તો આખી પૃથ્વી જેવડી આંખવાળા છે, વિશ્વવ્યાપી એમનું મોં છે! વિશ્વવ્યાપી એઅમના હાથ છે! અને ચોમેર ફેલાયેલા એમના પગ છે. આથી જ તેઓ આપણા કરતાં ઘણાં ઘણાં મહાન છે! રે! મહાદેવ છે ! જગતના જીવોને આંજી દેવાની કેવી અસંભવિત કલ્પનાઓ ! મહાદેવ બનાવી દેવાની ધૂનમાં પદાર્થ નિરુપણમાં ય કેટલી અસંગતિ! જો વિશ્વમાં ચોમે૨ આંખો વ્યાી ગઈ હોય તો એ આંખોના આધાર સમું આંખોથી મોટું મુખ ક્યાં રહેશે ? મુખ વગેરે જે પગના આધારે છે એ પગ ક્યાં રહેશે ? વળી બીજી બાજુ મહાદેવની મહાનતા વર્ણળી દેવા માટે બીજી પણ એક વત મૂકી છે કે, “જગતના સામાન્ય જીવોને તો હાથપગ છે, એ જીવો મનથી પદાર્થનું જ્ઞાન કરે છે, આંખેથી જુએ છે અને કાનેથી સાંભળે છે પરંતુ આ તો જગતથી ૫૨ આત્મા-પરમાત્મા છે, એમને પણ હાથ-પગ? એમને ય આંખેથી જોવાનું ? અને કાનેથી સાંભળવાનું ? ના. ના. તો તો જગતના જીવો કરતાં એમની શી વિશેષતા ? એ તો હાથ-પગ વિનાના જ છે. એ તો મન વિના પદાર્થનું જ્ઞાન કરે છે, આંખ વિના સમગ્ર જગતને જુએ છે! અને કાન વિના જ બધું સાંભળે છે! એ આખાય જગતને જાણે છે અન એમને કોઈ જાણતું નથી. કેવું વિરોધાભાસી સ્વરૂપ-વર્ણન! એક બાજુ વિશ્વવ્યાપી હાથ-પગવાળા કહ્યા અને બીજી બાજુ સાવ હાથ પગ વગેરે વિનાના કહી દીધા!!! બેશક. આ બધી વાતો પરમાત્મા ભક્તિની દૃષ્ટિથી વર્ણવવામાં આવતી હોય તો આપણે તેની સામે વિરોધ ન કરીએ. જગતમાં એવા ય જીવો હોય છે જેમને આ રાહે, રાગાદિ દોષોનો નાશ કરવાની સિદ્ધિ મળી જતી હોય. અસ્તુ, હકીકતમાં તો મહાદેવ તેમને જ કહેવાય જેમને દુઃખના ઉદ્ગમસ્વરૂપ શરીર અને મન નથી.
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy