________________
| |_
૧૯૬
વીર ! મધુરી વાણી તારી
આપણે તો સંસારત્યાગીના હવનની વાત કરીએ છીએ. નિરપરાધીઓને સદા માટેનું અભયદાન દઈ દેનારો ત્યાગી આત્માલૌકિક હવનો કરીને એ જીવોને સળગાવી મારે એ કલ્પના પણ કેટલી ભયાનક છે?
જેણે અભય દીધાં સર્વને, એને હવે આ રીતે ભય પમાડવાનો અધિકાર જ ક્યાં રહે છે?
એનો તો અધિકાર છે હવે જાતને પણ કર્મથી અભ્ય બનાવી દેવાની સાધના કરવાનો.. એ માટે એણે લોકોત્તર અગ્નિકારિકાનાં જ શરણે જવું પડશે. સદ્ભાવનાની આહૂતિઓ દેવી પડશે અને કર્મશત્રુની વિરાટ કાયાને ભડકે જલાવી મારવી પડશે.
આ સિવાય એનું કોઈ કર્તવ્ય નથી. કર્મને દાહ દેવા સિવાયનું કોઈ પણ કાર્ય એ કરે તો કર્તવ્યભ્રષ્ટતાનું કલંક એના શિરે લાગશે.
દીક્ષિત તેને જ કહેવાય જેનાં અંતરમાં જ આગ વસતી હોય; તે કર્મશત્રુને જલાવી દેવા માટે. અને એની આંખોમાં એકલુ અમી વરસતું હોય, અમીની જ આંખો બનેલી હોય. જીવાત્માઓના અંતરમાં કર્મ-શત્રુએ ઠેર ઠેર સળગાવેલા આગના સંતાપને ઠારવાનું એક માત્ર કાર્ય આંખનું અમી કયા જ કરતું હોય.
દીક્ષિતના બે જ કામ. જલાવવાનું સ્વકર્મને; અને ઠારવાનું પરજીવનને.
દીક્ષિત! અને તે વળી જગતમાં જીવોને જલાવતી આગ ઊભી કરે? રે! લાકડાના ઈશ્વન બાળે! અને ઘી વગેરેની આહૂતિ દે! અસંભવ!
દીક્ષિત ! અને તે વળી જગતના જીવોના અંતરમાં આત્તરૌદ્રધ્યાનની આગ ઊભી કરે! શુભ કર્મના લાકડાં સળગાવે! અને અશુભબાવોની આહૂતિ દેવડાવે! અસંભવ.
કર્મનો શત્રુ તે અજાતશત્રુ! જગતમાં તેનો કોઈ શત્રુ નહિ! એને વળી આ બધી આગ શેની?
હોય દાચ એવી અગ્નિકારિકાની આગ ગૃહસ્થને ! બાળે જ છે એ જીવોને ! આવી અગ્નિકારિકામાં ય કદાચ જીવોને બાળે!
પણ સારા ગૃહસ્થની અગ્નિકારિકા પ્રશસ્ત બની જાય! એ પ્રગટાવે અગ્નિ પણ પ્રભુની દીપપૂજા કરવા માટેનો! એમાં બેશક અર્પે ઘીની આહૂતિ અને સળગાવે ધૂપ! ઉત્પન્ન કરે ધુમાડો!