________________
વીર ! મધુરી વાણી તારી
તરીકેનો જન્મ દઈને જ. ધર્મે આપ્યુ સુખી જીવન! બુદ્ધિના સફાઈબંધ ગણિતે આપ્યો કૂતરાનાં ખોળિએ જન્મ અને એ જ ખોળિએ અસમાધિનું મરણ.
અનીતિના અને અનૌદાર્યના ભયાનક પરિણામોનો જો ખ્યાલ વી જશે તો ધનોપાર્જનમાં નીતિમત્તા આવી જશે. એ નીતિમત્તા જીવનના ઉપવનને ઔદાર્યાદિ ગુણોથી મહેક મહેક કરીને જ મૂકશે.
૧૫૪
શું નીતિ શક્ય જ નથી ?
લોકો કહે છે, ‘પણ નીતિ શક્ય નથી, અનીતિના જીવન વિના કોઈ બંગલા બનાવી શકે તેમ નથી.’’
કેવી છે આ લોકવૃત્તિ! જેનો પણ આ વિચારમાં તણાયા! પેટ પૂરતું અનાજ અને અંગની એબ ઢાંકવા પૂરતું વસ્ત્ર મેળવવા માટે ય જે સંસાર ખડો કરવો પડે ચે તેને ય પાપ સંસાર કહ્યો છે. દુર્ગતિનું કારણ કહ્યો છે. તો પટારાઓ ભરવા, બંગલાઓ બનાવવા, ઈન્ડસ્ટ્રીઓ ચલાવવી એમાં પાપ કેટલાં?
માત્ર આલોકના સુખને દેનારા, ભૂતકાળના પુણ્યને ચાવી ખાનારા અને જાનતાજ ભાવીને દુ:ખોથી ભડકે સળગાવનારા એ રંગરાગમાં જૈન પણ લેવાઈ જાય ? અને એવા મોહક ક્ષણિક જીવન માટે એ ય ન્યાયનીતિના ધર્મને અભરાઈએ ચડાવે !
કોણ કહે છે ન્યાયનીતિ શક્ય જ નથી? કહેનારો મૃષાવાદી છે; નરદમ.
સંકલ્પ કરો કે, “નીતિથી જ મળશે તો ય મીઠા મનાવી લઈશ.'' પછી નીતિનું જીવન જરા ય અશક્ય નથી.
પણ જો પેટની ભૂખને બદલે ભોગની ભૂખ લાગી હશે તો એ આગને કોઈ જ તૃપ્ત કરી શકે તેમ નથી. અનીતિથી અબજો રૂપિયા મેળવીને પણ નહિ.
ભૂખ તો પેટની હોય તો જ તેને પહોંચાય. પેટનું ગજું કેટલું ? માંગણીઆ જેટલું જ ને ?
નીતિના ધનથી પેટની ભૂખ તો જરૂર પૂરી કરી શકાય તેમ છે. આજે, આ જ કળમાં હોં!
બીજી પણ એક વાત વિચારણીય છે કે વેપાર તો વિશ્વાસ ઉપર ચાલે છે. વેપારી ગમે તેટલો દગાબાજ હોય પરંતુ તેની નીતિની વાતોથી જો તે પોતાના ઘરાકો ઉપર વિશ્વાસ જમાવી દે તો જ ઘરાકો તેને ત્યાં દોડે.