________________
વીર ! મધુરી વાણી તારી
૧૫૩
જ્યાં ધનોપાર્જનમાં નીતિનું નામ નથી ત્યાં માત્ર કૃપણતા હશે એમ ન સમજશો. ત્યાં ક્યો અવગુણ નહિ હોય તે જ પ્રશ્ન બની રહેશે, ત્યાં અસુખ અને અશાંતિ સદા આળોટતા હશે કૌટુંબિક કલેશોની આગ સમગ્ર કુટુંબને ધીરે ધીરે ભરખી લેતી હશે એ ધન પણ અનીતિના પાપની ઉધઈઓથી સતત ખવાતું ચવાતું હશે. લુચ્ચાઓ ત્યાં જ ધાડ પાડતા હશે. ખુશામતોની ખીચડી પણત્યાં જ તૈયાર થઈ જતી હશે. | સર્વત્ર મહત્ત્વ પામતો નીતિનો ગુણ પરમોપકારી પરમપિતાની પુષ્પપૂજાની વિધિમાં તો કેણ
અહીં તો નીતિના ધનની પુષ્પપૂજાની જ વાત કરી છે પરંતુ આ વાત સર્વપ્રકારની પૂજાઓમાં આપણે સમજી લેવી રહી. સર્વ પ્રકારના ધર્મોમાં આ વાત લગાડી દેવી રહી.
અનીતિથી ધર્મ! તે ય હોંશે હોંશે!
ધર્મથી અનીતિનું જીવન! પેટ ભરીને? કળિયુગની આ પરાકાષ્ટા જ નહિ હોય શુ?
પેલો નીતિમાન કોથળિયો વાણિયો યાદ આવે છે કે જેણે પુષ્પો દેતી માલણ સાથે કદી ભાવતાલ નક્કી તો નહોતો કર્યો પણ ખોબો ભરીને જ રોજ ધન આપ્યું હતું! જેના પરિણામે માલણે પોતાનું ઘર ઊભું કરી દીધું હતું!
ક્યાં આજના ભાવતાલ કરીને પૈસા બચાવ્યાની ખુમારીમાં રાચતા-માચતા પુષ્પપૂજકો !
કોઈ એમને ચૂસે તે જરાય ન ગમે! કોઈને ય એમને ચૂસવાનો અધિકાર જ નહિ!
અને એ સહુને ચૂસી શકે. પુણઅહીણાં આ લોકો નીતિ વિહોણા ધનના સ્વામિત્વને કારણે જ ઔદાર્યના ગુણને સળગાવી ચૂક્યા હશે ને?
આવા લોકોની ગણતરી બદ્ધ પૂજાઓ-ગણિતપૂર્વકના જ થતાં એમનાં તમામ ધર્મો કુશલાનુબંધી પુણ્યના કદી પણ જનક બની શકે નહિ.
બેશક. જેવો તેવો પણ ધર્મ કરે છે માટે પુણ્ય તો જરૂર બાંધવાના પરંતુ સંપૂર્ણતઃ પાપાનુબંધી પુણ્ય બાંધવાના.
જેના ઉદયકાળમાં આજીવન પામશે એ લોકો ખાન-પાનની મોજ, અને તમામ જાતની સગવડો, પરંતુ કોઈ નાસ્તિક શેઠની વહાલી કૂતરી-ઈન્દુના પેટે કૂતરા