________________
વીર ! મધુરી વાણી તારી
અથવા તો ટૂંકમાં એમ જ કહો કે ત્રિલોકમાં મહિમાવંત મહાદેવ કહેવાય.
હા, કદાચ જગતના વ્યવહારના બંધારણમાં “મહિમા’ શબ્દની વ્યાક્યા કદાચ બીજી પણ હોય રે! આથી તદ્દન ઊલટી જ હોય.
એમાં નવાઈ જેવું ય કશું જ નથી. રાગાદિ ભાવોને પનારે પડીને પોતાના કલ્પેલા સ્વાર્થના કુંડાળામાં જ રાચતા નાચતાં દીન જગતના દિમાગ દૂબળા બની ગયા હોય અને એવા લાખો દૂબળા દિમાગો ભેગા થઈને “મહિમા’ શબ્દની જે વ્યાખ્યા બાંધે તે વ્યાખ્યા પ્રાજ્ઞ પુરુષોની બાંધેલી વ્યાખ્યાથી તદ્દન ઊલટી જ હોય.
પ્રાજ્ઞો રાગાદિના સ્વામિત્વમાં મહિમાનું દર્શન કરે છે. અજ્ઞો રાગાદિની ગુલામીમાં મહિમાનું નિરૂપણ કરે છે.
લાખો રૂપિયાની સંપત્તિનો સ્વામી સહુને મહિમાવંતો લાગે છે. રૂપવતી સ્ત્રીનો પતિ ભાગ્યવંતો દેખાય છે.
પોતાના બંગલે ચાર આરબોની ચોકી ગોઠવતો શેઠ તાલેવંત કહેવાય છે.
સંપત્તિના, સ્ત્રીના અને સત્તાના સ્વામીમાં સહુ અંજાય છે સહુને એને ત્યાં સુભગ પુણ્યના ચમકારા દેખાય છે. એના સ્વામિત્વની સહુને ઈર્ષ્યા થાય છે. કેવીનમેરી'માં દોડયા જતા શેઠનો મહિમા શ્રીમંતો ગાય છે.
સાયરાબાનુનો પતિ બનતો દિલીપકુમાર યુવાનોની દુનિયામાં “ચમકતો સિતારો' કહેવાય છે.
સેંકડો શસ્ત્રસજ્જ લશ્કરી પોલિસો વચ્ચે રહેતા ઈન્દિરા ગાંધી ભારતનું એક મહિમાવંતુ સ્ત્રીરત્ન મનાય છે!
પ્રતિવર્ષ પોતાના શરીરની સઘળી તપાસ - બ્લડ યુરિયા, બ્લડ સુગર, લો પ્રેશર, હાઈ પ્રેશર, યુરિન શુગર, યુરિન પસ, બ્લડ કાઉન્ટ, હાર્ટ પાલ્પીટેશન, કાર્ડયોગ્રામ, એક્સ રે, સ્ક્રીનીંગ, સ્કુલ ટેસ્ટ-કરાવવામાં રૂપિયા ૩ હજાર ખર્ચાને ચાર એમ.ડી. ડોક્ટરોની બેન્ચે બેસાડીને એના બધા રિપોર્ટ ખડકીને બારમાસી આરોગ્ય માટે આવશ્યક સુચના માંગતો એક શ્રીમંતનો નબીરો સહુની નજરે ચડી જાય છે. એની સાવધાનીનો મહિમા સહુ મુક્ત કંઠે ગાય છે.
વિવિધ ખાદ્ય અને પેય પદાર્થોના આસ્વાદો જાણકાર અને ખાવાપીવાની રીત રસમોનો જાણકાર માનવ જગતની અમુલ્ય મૂડી કહેવાય છે !
શાબાશ. માનવ! ધન્યવાદ તારી બુદ્ધિમત્તાને અને “મહિમા'ની વ્યાખ્યાને! શું