________________
વીર ! મધુરી વાણી તારી
લાખોની સંપત્તિનો માલિક પરિગ્રહનો વાસનાનો ગુલામ નથી?
શું રૂપસુંદરીનો પતિ વૈયિક વાસનાનો ગુલામ નથી?
શું બંગલે ચાર આરબોની ચોકી ગોઠવતો શેઠ ભયની સંજ્ઞાનો ગુલામ નથી? શું ચાર ચાર એમ.ડી.ડોક્ટરોને બેગા કરતો શ્રીમંત નબીરો શરીરનો ગુલામ નથી?
૧૩
વિધવિધ રસોના આસ્વાદોની મોજ માણનારો શું રસનાનો ગુલામ નથી? અભ્યન્તર દુનિયાની વાસનાઓનો ગુલામ જ બાહ્ય જગતના પદાર્થોનો સ્વામી બનવા ઈચ્છે ! અને સ્વામી બને!
=
અંદરની ગુલામી.
બહારનું સ્વામિત્વ વિશ્વવિજેતા સિકંદરને આર્યભૂમિના એક સંતે આ જ સમીકરણ સમજાવ્યું હતું ને? એના સ્વામિત્વના અરમાનોના આ રીતે જ ચૂરેચૂરા કરી નાંખ્યા હતા ને!
એક વ્યક્તિના આંતર જગતની ગુલા] પ્રમાણ કેટલું છે તે તો તે વ્યક્તિની બાહ્ય જગતના સ્વામિત્વની પક્કડની ભાવના ઉપરથી જ કહી શકાય; પણ અફસોસની વાત છે કે ગુલામોને આજના જગતે સ્વામી બનાવ્યા છે અને પૂર્વે કદી પણ નહોતા ગવાયા એવા એમના મહિમા આજે જોરશોરથી ગવાયા છે.
સાયરાબાનુની સાથે લગ્ન કરનાર દિલીપના કે શસ્ત્રસજ્જ બનીને ચાલતા ભારતના વડાપ્રધાનના કે પોતાના આરોગ્યની પળપળ કાળજી કરીને અલમસ્ત રહેતા દારાસીંગના કે કોઈ કરોડપતિ ઉદ્યોગપતિના પરદેશી સાથેના હસ્તધૂનનના ચિત્રો લાખોની સંખ્યામાં નીકળતાં દૈનિક પત્રોના અગ્રપૃષ્ટ ઉપર ચમકી જાય છે પણ ભરયૌવનમાં યુવાનીના ભોગોને ત્યાગી જતા, ભરજંગલે નિઃશસ્ત્ર રહીને નિર્ભયપણે ચાલ્યા જતા, કલાકો સુધી શરીરને કોઈએક અવાવર જગાએ ડાંસ મચ્છરના ચટકા લેવા દઈને પ્રસન્ન મુખમુદ્રાએ ઊભા રહેતા, ચરણે આળોટતા શ્રીમંતોની સામે પણ લાપરવાહીથી વાતો કરીને શ્રીમંતાઈના રોગને આડેધડ સમજાવતા કોઈ સંતનું ચિત્ર કોઈ દૈનિકમાં કોઈ પણ દિવસ ચમકતું નથી.
કેમ આમ?
કેમ શું? જગતને ભોગોના સ્વામિત્વમાં જ મહિમા કલ્પ્યો છે તેથી સ્તો. અત્યંતર જગતની વાસનાઓની ગુલામી નજરે ચડતી નથી તેથીસ્તો.'
ભોગના ત્યાગનું સ્વામિત્વ એટલે અભ્યન્તર જગતની વાસનાઓનું સ્વામિત્વ.