________________
IL
વીર ! મધુરી વાણી તારી
અનુકૂળ બની શકતું નથી. આમ દિગંબરશાસ્ત્ર છેદપરીક્ષામાં નાપાસ થઈ જાય છે.
અથવા તો જે શાસ્ત્રમાં દેવોની સામે યતિઓને સંગીત વગેરે દ્રવ્યભક્તિ કરવાનું કહ્યું છે, જે શાસ્ત્રમાં હાસ્ય વગેરેની ઘેલી ચેષ્ટાઓ તથા અસભ્ય ભાષા વગેરે યતિઓને બોલવાનું વિધાન છે તે શાસ્ત્રો પણ છેદશુદ્ધ નહિ બને. કેમકે તેમાં કહેલી આ બધી ક્રિયા જીવહિંસાના પ્રતિષેધને તથા વિશુદ્ધધ્યાનના વિધિને પ્રતિકૂળ જનારી છે.
ટૂંકમાં જેના વિધાનો મોક્ષના ઉદ્દેશને સંપૂર્ણ બર લાવે તેવા વિધિ પ્રતિષેધવાળું શાસ્ત્ર કષશુદ્ધ કહેવાય અને તે વિધિ પ્રતિષેધને અનુકૂળ બનતી ક્રિયાઓનઉં જેમાં વિધાન હોય તે છેદશુદ્ધ શાસ્ત્ર કહેવાય. તમામ શાસ્ત્રોની કષ-છેદની પરીક્ષા કરતાં શ્વેતામ્બર આગમશાસ્ત્ર જ આવું બની શકે છે.
તાપશુદ્ધ શાસ્ત્ર - તત્ત્વવાદઃ
જે શાસ્ત્ર ભાવ (તત્ત્વ) વાદ પ્રધાન હોય તે તાપશુદ્ધ શાસ્ત્ર કહેવાય.
આત્મા એ તત્ત્વ છે, તેનાં સ્વરૂપનું એવું નિરુપણ હોવું જોઈએ કે જેથી એવો આત્મા પૂર્વોક્ત મોક્ષપ્રાપક વિધિપ્રતિષેધ અને વિધિપ્રતિષેધને અનુકૂળ ક્રિયાવાદને અમલી બનાવી શકે. એવું આત્માનું સ્વરૂપ-નિરુપણ આવું જ હોઈ શકે કે (૧) આત્મા જેવું - શરીરથી ભિન્ન-એક સ્વતંત્ર તત્ત્વ છે. (૨) તે આત્મા, દેવ, મનુષ્ય,
સ્ત્રી, પુરુષ સંસારી, મુક્ત વગેરે અનેક સ્વરૂપો-પરિણામો પામવા છતાં સ્વયં નિત્ય છે. જેમ સુવર્ણની લગડીમાંથી બંગડી, ઘડિયાળનો પટ્ટો, સોનાનો હાર વગેરે ઘણા પરિણામો ફરવા છતાં સુવર્ણ સ્વયં તે બધી અવસ્થામાં કાયમ રહે છે. આવા વિવિધ પરિણામોવાળો એવો નિત્ય આત્મા છે; અર્થાત્ આત્મા પરિણામી નિત્ય દ્રવ્ય છે. પરંતુ એવા પરિણામો વિનાનું - કૂટસ્થ – નિત્ય દ્રવ્ય નથી.
(૩) આવો આત્મા કર્મ વગેરેથી બંધાય છે. એટલે કે તે કર્મનો કર્તા છે. (૪) અનાદિકાળથી બંધાતા કર્મનો ભોક્તા બનીને તે આત્મા કવચિત્ કર્મથી મુક્ત થઈ શકે છે. (૫) આત્માને સર્વ કર્મક્ષય સ્વરૂપ મોક્ષ થાય છે. (૬) એવા મોક્ષના ઉપાયભૂત અહિંસાદિ ધર્મ છે, જ્યારે આત્માના કર્મબંધના ઉપાયભૂત હિંસાદિ પાપો પણ જગતમાં વિદ્યમાન છે.
આત્માનું સ્વરૂપ જો આવું હોય તો તેને બંધાતા કર્મનો ધ્યાન અને તપ વગેરે અનુષ્ઠાનોથી આરાધના દ્વારા વિનાશ કરી શકાય, અને એ રીતે આત્યન્તિક વિનાશ પણ સાધી શકાય.