________________
વીર ! મધુરી વાણી તારી
૭૯
જગતમાં એવા અનેક શાસ્ત્રો છે જેઓ આત્માના ઉપરોક્ત છ સ્વરૂપમાંના કોઈને કોઈ સ્વરૂપથી વિપરીત નિરુપણ કરે છે.
(૧) ચાર્વાકો આત્માને શરીરથી ભિન્ન તત્ત્વસ્વરૂપે માનતા નથી.
(૨) બૌદ્ધો આત્માને પરિણામીનિત્ય માનતા નથી. તેઓ એકાંતે અનિત્ય માને છે.
(૩) સાંખ્યો આત્મા (પુરુષ) ને કર્મનો કર્તા માનતા નથી.
(૪) તેઓ તેને કર્મ-ભોક્તા પણ માનતા નથી. અથવા તો બૌદ્ધો કહે છે કે આત્મા કર્મનો કર્તા છે પરંતુ તે એકાંત ક્ષણિક હોવાથી બીજી જ પળે તેનો નાશ થઈ જાય છે. એટલે કર્મનો ભોક્તા તે બની શકતો નથી.
(૫) યાજ્ઞિકમત કહે છે કે આત્માને અનાદિકાળથી કર્મ વળગ્યા છે, તે પોતે ય અનાદિકાળથી રાગાદિ ભાવસ્વરૂપ છે. જે અનાદિભાવો હોય તેનો અંત હોઈ શકે નહિ માટે આત્માનો કર્મથી અને રાગાદિથી સર્વથા મોક્ષ અસંભવિત છે.
(૬) માંડલિકમતવાળા કહે ચે કે આત્માનો આત્મત્તિક મોક્ષ તો થઈ શકે છે; પરંતુ તે એકાએક-અકસ્માત-થઈ જાય છે. મોક્ષ થવામાં અહિંસા વગેરે મહાવ્રતોની અથવા તો રત્નત્રયીની આરાધના એ હેતુ નથી.
હેતુ વિના જ મોક્ષસ્વરૂપ કાર્ય થઈ જાય છે ! આ આત્મા નથી. પરણામી નિત્ય નથી, કર્તા નથી, ભોક્તા નથી, મોક્ષ નથી તેના ઉપાયો નથી - આ છ નથી' વાક્યાત્તવાળા સ્થાનોને મિથ્યાત્વના છ પદ કહેવાય છે. આ છમાંની કોઈ પણ એક માન્યતાવાળો આત્મા મિથ્યાત્વની કહેવાય છે.
જ્યારે “આત્મા છે વગેરે છ માન્યતાવાળો આત્મા જ સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
આ ષસ્થાન અંગે વધુ જાણવાની ઈચ્છાવાળા ચિંતકે સન્મતિ તર્ક, ષોડશક તથા અધ્યાત્મસાર ગ્રંથો જોઈ લેવા.
મેં કરેલા અધ્યાત્મસારના સમ્યકત્વ અધિકારના ભાવાનુવાદમાં આ વિષયના પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષને ખૂબ વિસ્તારથી ચર્યો છે.
ષસ્થાનનો સંપૂર્ણ સ્વીકાર કરનાર શાસ્ત્ર તપશુદ્ધશાસ્ત્ર કહેવાય. તેવું શાસ્ત્ર છે એક માત્ર શ્વેતામ્બર જિનાગમશાસ્ત્ર.
કષ-છેદ અને તાપ પરીક્ષાનું નિરુપણ મહોપાધ્યાય ભગવાન્ યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મોપનિષત્ ગ્રંથમાં કર્યું છે ત્યાંથી પણ જોઈ લેવા ભલામણ છે.