________________
વીર ! મધુરી વાણી તારી
જે શાસ્ત્ર ઉપરોક્ત કષ-છેદ અને તાપની અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ જાય તે જ શાસ્ત્રના નિરુપક મહાદેવ કહેવાય.
અંત સુધીની સમગ્ર વિવેચનાનો સાર એ આવ્યો કે મહાદેવ તેમને કહેવાય. જેઓ (૧) વીતરાગ (૨) સર્વજ્ઞ (૩) શાશ્વત સુખના સ્વામી (૪) કર્મમુક્ત (૫) અશરીરી (૬) મોક્ષ માત્ર નિરુપક, (૭) મોહ તિમિર ઘાતક, (૮) ત્રિકોટિ દોષરહિત શાસ્ત્ર પ્રણેતા હોય.
આ સઘળા ય ગુણથી યુક્ત મહાદેવ કહેવાય. પછી નામથી તેઓ બુદ્ધ, ઈશુ કે જિન હોય તેની સાથે ઝાઝી નિસ્બત નથી. પણ જગતના તમામ દાર્શનિકોએ કલ્પલા મહાદેવના જીવનનું સ્વરૂપ અને મૂર્તિની કલ્પનાઓ જોતાં અંતે એ જ હકીકત સુનિશ્ચિત બની જાય છે કે ભગવાન જિન સિવાય બીજા કોઈ પણ દેવ “મહાદેવનું સર્વોચ્ચ પદ અસલમાં તો બેશક પામી શકતા નથી.
અસલી મહાદેવ એક જ છે ભગવાન જિન. રાગાદિ વિજેતા. નકલી મહાદેવ બાકીના બધા ય છે બુદ્ધ વગેરે.
પ્રશ્ન-ભલે મહાદેવનું વીતરાગ વગેરે સ્વરૂપ તમે નક્કી કર્યું પરંતુ અમને એક પ્રશ્ન થાય છે કે જો મહાદેવ ખરેખર રાગ વિનાના-વીતરાગ હોય તો તેમની આરાધનો શી રીતે કરવી?
જો ગુણ-સ્તુતિથી આરાધના કરીએ અને તેથી તે અમારી ઉપર પ્રસન્ન થઈ જાય તો તેમનામાં વીતરાગતા ક્યાં રહી? એ તો સરાગ બની જાય ને?
જો તેમની નિંદા કરીએ તો સ્તવ-સ્તોત્રો વગેરે વ્યર્થ જાય. નિંદાથી આરાધના કરવાની હોય તો મહર્ષિઓએ શા માટે સ્તવનો વગેરે બનાવ્યા?
આ જ દોષ મહાદેવની ઉપેક્ષા સ્વરૂપ અમારી આરાધનામાં આવે છે!
તો પછી હવે તેમની આરાધના કરવી શી રીતે? છે એવો કોઈ ઉપાય જેને આરાધતાં તેમનું વીતરાગત્યાદિ સ્વરૂપ અબાધિત રહે? સ્તવાદિ વ્યર્થ ન જાય? મહાદેવનું આરાધન - આજ્ઞાના પાલનમાં
ઉ.-હા. જરૂર છે. અમે તો ત્યાં સુધી કહીશું કે મોક્ષશાસ્ત્ર નિરુપકને જ મહાદેવ ન કહેવાય.
મહાદેવ તો તેમને જ કહેવાય જેમની આરાધના (પ્રસન્નતા)નો ઉપાય તેમણે આપણને કરેલી આજ્ઞાનાં પાલનસ્વરૂપ જ હોય.