________________
વીર ! મધુરી વાણી તારી
શ્રેષ્ઠિપુત્ર ગુણસાગરની જ વાત કરો ને!
જગતના ભોગોથી વિરક્ત થયેલો ગુણસાગર માતાપિતાના તીવ્ર આગ્રહને વશ થઈને લગ્નના વરઘોડે ચડે છે, ચોરીમાં બેસે છે, હસ્તમિલાપ થાય છે.... પણ આ બધી પ્રવૃત્તિમાં ગુણસાગરની કાય જ તાલ બજાવે છે. મન તો ચડ્યું છે; શીવ્ર સર્વસંગપરિત્યાગ કરવાની ભાવનાના ગગને.
ભાવનાની આગ તો વધતી ચાલી. એક મહાનલ પ્રગટ થયો. હસ્તમિલાપની ક્રિયામાં જ ગુણસાગર વીતરાગ બન્યા. મહાદેવ બન્યા.
એ વાત સાંભળીને સિંહાસને બેઠેલા વિરાગી રાજા પૃથ્વીચન્દ્ર સ્તબ્ધ થઈ ગયા.
સર્વસંગપરિત્યાગની પોતાની ઢીલીપોચી ભાવનાને ઠપકો દેતાં પશ્ચાત્તાપના અશ્રુબિંદુ સારવા લાગ્યા.
એ જ અશ્રુગંગા પાવની સાધના બની. રાજા પૃથ્વીચન્દ્ર એ જ સિંહાસને બેઠા બેઠા વીતરાગ બન્યા.
ભગવાન જિનની વીતરાગ અવસ્થા જુઓ! ભગવાન તીર્થકરોની ગૃહવાસ સમયની વિરાગ અવસ્થા જુઓ!
એમના તત્ત્વજ્ઞાનને પામેલા સંસારી આત્માઓની વિરાગ દશા નીહાળો! ઘરમાં, ચોરીમાં, સિંહાસન ઉપર વીતરાગ દશાની પ્રાપ્તિ!
રાગના સાધનોમાં વીતરાગતાની સ્પર્શના! જે ભગવાન જિનેશ્વરો અંતરની વીતરાગ અવસ્થાની સાથે સુમેળ સાધતું બાહ્ય જીવન જીવે છે, જેમના સ્વરૂપમાં પણ એ જ વીતરાગતા દેખાય છે, જેમના તત્વોપદેશમાં પણ રાગાદિ અંતરંગ શત્રુઓની સામે આંખ ઊંચકવા સિવાયની વાત નથી, જેમના એ તત્ત્વજ્ઞાનને પામીને અનંત આત્માઓ વીતરાગ બન્યા, ઘરવાસમાં પણ અત્યંત ભવ્યવિરાગની સ્પર્શના કરીને કામભોગોથી ઉદાસીન રહ્યા, ઘરવાસમાં ફસાઈ ચુકેલા એવા વિરાગીઓ ત્યાં જ વીતરાગ બન્યા એ ભગવાન જિનેશ્વરો વીતરાગ જ હતા એ સુનિશ્ચિત હકીકત બની જાય છે. આથી જ એમને મહાદેવ કહેવા જોઈએ.
કદાચ કોઈ કહેશે કે અશિષ્ટ દેખાતી રાગાદિની ક્રિયાઓ કરનારા પણ તેનાથી અનાસક્ત હતા, ઉદાસ હતા એમ કેમ ન કહેવાય?
જો રાજા ભરત યુદ્ધો ખેલવા છતાં, હજારો પ્રિયતમાનો સ્વામી હોવા છતાં