________________
IL
વીર મધુરી વાણી તારી
છતાં રાજા ભરત એ બધાથી વિરક્ત હતા!
આ રાગમાં પોતે ફસાઈ ન જાય એ માટે તો રોજ રાજસભામાં સિંહાસને બેસતી વખતે ઘોષ કરાવતા, “હે ચક્રવર્તી રાજા ભરત! રાગાદિ શત્રુઓથી આપ જીતાઈ રહ્યા છો. આપના માથે નો મહાભય ઝઝુમી રહ્યો છે. આપ સાવધાન રહો, સાવધાન રહો.
આ સાંભળતાં જ વિરાગી રાજા ભરતનો વિરાગ આસમાનને આંબતો! એક ઊંડો નિસાસો નાંખી દઈને રાજા ભરત સિંહાસન ઉપર આરૂઢ થતા.
રાજા ભરતે ખૂનખાર યુદ્ધો ખેલ્યા હતા. ખેલવા પડયા હતા માટે જ; કર્મે એમને ફરજ પાડી હતી તેથી જ, પણ એ યુદ્ધોને એમણે કદી આવશ્યક માન્યા ન હતા, એટલું જ નહિ એક એક યુદ્ધ ખેલાઈ ગયા બાદ પોતાના શયનખંડમાં અંધિયારી રાતે તેઓ નાના બાળકની જેમ જાણે ધ્રુસકે ધ્રુસકે અંતરથી રડી પડતા હતા. એમનું અંતર બોલી ઊઠતું હતું, અજાતશત્રુ ભગવાન આદિનાથનો સેવક રણે ચડે? શત્રુઓના માથા વધેરે ? લોહિયાળ જંગ ખેલી નાંખે !
રાજા ભરતે કામભોગ પણ ભોગવ્યા હતા. એક લાખ બાણુ હજાર પ્રિયતમાના 'એ પ્રિયતમ હતા. પણ ભોગો ભોગવવા છતાં એના અંતરને ઓ કોઈ આનંદ ન હતો.
ભોગવાઈ જતાં એ વૈષયિક ભોગો! પણ પછી રડી ઊઠતો રાજા ભરતનો રોમ-રોમ ! રોમે-રોમે હૃદય વસતું અને પશ્ચાત્તાપના કરુણ કાન્ત કરતું.
“પિતા છે અભોગી આદિનાથ. એમનો આ કલંકી પુત્ર ભોગકીટ ભરત!' ૩ પિતા-પુત્રના સંબંધ વચ્ચેનાવિરાટ અંતરને યાદ કરીને હજારો પ્રિયતમાનો સ્વામી ભરત શરમાઈ જતો હતો!
એનું તન પડ્યું હતું સંસારમાં! પણ મન તો આળોટતું હતું તત્ત્વચિંતનમાં! ભગવાન આદિનાથના ચરણોમાં! સંતોના સ્મરણમાં! ઘોર પશ્ચાત્તાપના મહાનલને પ્રગટાવીને રાજા ભરત ગૃહવાસમાં રહીને પણ પાપકર્મોના ઈન્જનોને જલાવી જલાવીને તેની રાખ કરી રહ્યા હતા.
એક વાર આરીસાભુવનમાં આભુષણો ઉતારતા રાજા ભરત ધર્મધ્યાન ચડ્યા, શુકલધ્યાન પામ્યા, વીતરાગ બન્યા. સર્વજ્ઞ સર્વદર્શી બનત્યુ.
ભગવાન જિનેશ્વરના તત્ત્વજ્ઞાનને પામેલા ભોગીઓ પણ ભોગ-વિરાગી હોય