________________
વીર ! મધુરી વાણી તારી
૧૮૫
પરંતુ શરીરના બળ વિના ગુરુભક્તિ અશક્ય બની જાય છે ત્યારે કરવું શું? જોરદાર મનોબળ વિના તપ પણ જીવનમાં ઊતરતો નથી ત્યારે કરવું શું? અપૂર્વ ક્ષયોપશમ વિના જ્ઞાન પણ ચડતું નથી ત્યારે કરવું શું?
જેઓ ગુરુભક્ત નથી બની શકતા, તપસ્વી કે જ્ઞાની નથી થઈ શકતા... તે મુનિઓ પંચમહાવ્રતોના પાલનમાં નિષ્ફળ જ જતાં રહે શું?
આનો ઉત્તર નકારમાં છે. અશક્તિના કારણે જે અ-ગુરુભક્ત, અ-તપસ્વી કે અજ્ઞાની છે તેનું અંતર જો ગુરુભક્ત, તપસ્વી કે જ્ઞાની બનવાનું જ વલણ ધરાવતું હોય તો પાંચમહાવ્રતોના પાલનમાં તે અવશ્ય પાર ઊતરી જાય.
શી રીતે એના વલણની ખબર પડે એમ પૂછો છો? સહુ તેવા વલણના સભાવની જ વાતો કરે એટલે નિર્ણય શી રીતે કરવો એ મુશ્કેલી છેને ?
સાંભળો ત્યારે. ભક્તિ આદિ ગુણપ્રાપ્તિના વલણવાળામાં ગુરુભક્તિ ન હોય તો ય ગુરુબહુમાન (માનસિક) અવશ્ય હોય. વાતે વાતે ગુરુને તે યાદ તો કરતો જ હોય.
તપ ન હોય તો ય જીવનમાં વધુ ને વધુ ત્યાગ તો હોય જ. જરા જરામાં ત્યાગના અભિગ્રહો કરવા તે ઉત્સુક થઈ જતો જ હોય.
જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય તો ય જ્ઞાનપ્રાપ્તિના ઉદ્યમ તો અત્યંત જોરદાર હોય જ. સમય મળતાં જ સ્વાધ્યાયના યોગમાં ચાલ્યો જ જાય.
આમ એક આત્મા ભક્ત તપસ્વી અને જ્ઞાની ન હોય તે પણ મહાવ્રતો સફળ આરાધન કરી શકશે; જો બહુમાની, ત્યાગી અને જ્ઞાનોદ્યમી હશે તો. આનાથી ઓછું તો ન જ ચલાવી શકાય. જેનામાં છેવ. ટની આ ત્રણ ચીજો પણ નથી તેના પાંચ મહાવ્રતોના પુષ્પ ક્યારે કરમાઈ જાય તે કહી શકાય નહિ.
ગુરુબહુમાની, ત્યાગી અને જ્ઞાનોદ્યમીના મહાવ્રતો ક્યારેય પણ કરમાય જ નહિ.
આમાંના એક પણ ગુષ્ણ અભાવવાળા મહાવ્રતો ગમે ત્યારે કરમાઈ ગયા વિના રહે જ નહિ.
શુદ્ધ-અષ્ટપુષ્મી પૂજનના આઠ પુષ્પોનું આપણે સંક્ષેપથી સ્વરૂપ નિહાળ્યું.
દેવોના સ્વામી દેવેન્દ્ર અવશ્ય સમ્યગદૃષ્ટિ હોય. સમ્યગ્દષ્ટિ આત્મા અવશ્ય મહાદેવનો ભક્ત હોય. દેવાત્માના પણ પૂજ્ય દેવને દેવાધિદે કહેવાય. કાળજી સાથે