________________
IL
IL
૧૮૬
વીર ! મધુરી વાણી તારી
જેમનું જતન કર્યું છે તે ઉક્ત આઠ પુષ્પોનું કાળજાના આનંદ સાથે સમર્પણ કરવું એ જ શુદ્ધ અષ્ટપુષ્મી પૂજન કહેવાય. - દેવેન્દ્રો પણ શુદ્ધ અષ્ટપુષ્પી પૂજા કરી શકતા નથી. નારકો ય તે પૂજન માટે અયોગ્ય ઠર્યા છે. કેમકે એક પાસે સુખની ટોચ છે જ્યારે બીજા પાસે દુઃખની.
આ પૂજનનો અધિકારી માત્ર માનવ છે. તે સુખદુઃખની ટોચના છેડાઓ ઉપર બેઠો નથી.
આજ્ઞાપાલન એ જ ભક્તિઃ
દેવાધિદેવની સાચી ભક્તિ તેમની આજ્ઞાના પાલનમાં જ છે. તેમની આજ્ઞા છે; “પાંચમહાવ્રતોને નિરતિચારપણે પાળો. તે માટે ગુરુભક્ત બનો, તપસ્વી બનો, જ્ઞાની બનો.'
ગમે તેટલા પૂજન કરો ગુલાબ પુષ્પોના. .. એનો કોી જ અર્થ નથી જો પૂજ્યની આજ્ઞા તરફ કટ્ટર પક્ષપાત ન હોય તો.
ગમે તેટલા મહોત્સવો કરો શાસનપ્રબાવનાના....પરંતુ જો તો આજ્ઞાબાહ્ય હોય તો તેનું કશું ય મૂલ્ય નથી.
ગમે તેટલા જપ જપો “અરિહંત'ના નામના, પણ જો અરિહંતની આજ્ઞા ઉપરજ પ્રેમ નથી તો તે જપ બધા ય એક પ્રકારનું ગપ્પ બની જાય છે. ધર્મ - ધાર્મિકતા?
ચોમેર નજર નાંખશું તો કાંઈક ખેદ ઉત્પન્ન કરે તેવું વાતાવરણ નજરે નથી ચડી જતું શું?
ધર્મ ઘણો થતો દેખાય છે. ધાર્મિક કોક જ દેખાય છે.
ધર્મ કરવા છતાં ધાર્મિકતા દેકાતી નથી, મંદિરની બહાર નીકળતાંની સાથે જ જાણે કોી શયતાન પ્રવેશી જતો હોય તેવી રીતનું ભાવુકાત્માનું વલણ જોવા મળે છે. રે! મંદિરમાં ય મંદિરને ન છાજે તેવું ઘણું ઘણું જોવા નથી મળતું શું? ધર્મ તો ધાર્મિકોથી જ શોભે અને સંભવે. અધાર્મિકોના હાથમાં ધર્મ જાય તો ધર્મનો નાશ જ થાય.
ધર્મ છે દાન, શીલ વગેરેનો. ધાર્મિકતા જોવા મળે છે દાનાદિધર્મોના આજ્ઞા પ્રત્યેકના કટ્ટર પક્ષપાતમાં.