________________
| |_
૧૮૪
વીર ! મધુરી વાણી તારી
સ્વબળના પુરુષાર્થમાં સલામતીનું સ્વપ્ન પણ નહિ. ગુરુબળની આધીનતામાં સલામતીની કોઈ શંકા જ નહિ. હંકારી છે નાવ કોઈ દી!
સુકાનને હાથમાં રાખીને નાવ ચલાવવામાં કેટલા બળની જરૂર! કેટલી સવધાનીની જરૂર? અને ગગનમાં વાઈ રહેલા વાયરાને અનુકૂળ બનીને સઢ ખુલ્લા મૂકી દો તો? જરૂર છે કોઈ જોરદાર બળની ભારેખમ સુકાનને કાબુમાં રાખવાની!
પણ અફસોસ! નૌકાના અને જીવન-નોકાના નાવિકો સુકાની બનવામાં જ સલામતીની ભયાનક કલ્પના કરે છે! પવનને સઢ સોંપી દેવામાં અપાર જોખમોના વાવંટોળ વીંઝાતા કહ્યું છે.
ગમે તેમ હો.... એ ભ્રાન્ત કલ્પનાઓ જ આ સંસારસાગરના અતળ ઊંડાણે કાંઈકને બેસાડી દીધા. સુકાની બેઠા, એમના વિશ્વાસે નાવડીમાં બેસનારા ય બેઠા..
પાંચ મહાવ્રતોના પાંચ પુષ્પો અને તપ-જ્ઞાનના બે પુષ્પોની વચ્ચે ગુરુભક્તિ પુષ્પ મૂકીને આચાર્ય ભગવાન્ હરિભદ્રસૂરિજીએ કમાલ કરી નાંખી છે. જોઈ લો દહેલીનો દીપ ઊંબરે પડેલો!
દહેલીમાં ય પ્રકાશ કરી મૂકે ! ઓસરીમાં ય પ્રકાશ ફેલાવી મૂકે !
ગુરુભક્તિના ગુણની પાછળ તો એક વિરાટ બળ ખડું થાય છે ગુણોનું! મોહની પાંચમી કતારિયા પ્રવૃત્તિને જબ્બે કરી દેવા માટે એ એક જ શક્તિ સમર્થ છે.
જગજ્જનની કરુણાના પુત્રશા પરમાત્મશાસનને અવિચ્છિન્ન રીતે આગળ ધપાવનાર પણ આ જ શક્તિ છે.
ગુરુભક્તિથી નિષ્પન્ન થતી વિરાટશક્તિ તો મા-ધરતી છે. એમાં સહેજ પણ ધ્રુજારો થાય તો નિર્ભયતા ગુણોના વિરાટ વૃક્ષો, નાનકડા છોડવાઓ, ગાંભીર્યના સાગરો, સહિષ્ણુતાના પર્વતા, શાસનની સ્થાવર સંપત્તિસ્વરૂપ ઈમારતો બધું ય ધ્રૂજી ઊઠે! ધરતી ઉપર ઢળી પડે.
અધ્યાત્મની દુનિયાના પુણ્યકાળનું સ્વરૂપ આવું જ કહી શકાય.
વધુ ચિંતનમાં ઊતરવું નથી. ફરીથી મારું લખેલું ગુરુમાતા’ પુસ્તક જોઈ લેવાની ભલામણ કરી લઉં છું.
પાંચમહાવ્રતો સ્વરૂપ પાંચ પુષ્પોના મુનિજીવનના ત્રણ મૂળિયા સ્વરૂપ છે : ગુરુભક્તિ, તપ અને જ્ઞાન.
મૂળ વિના પુષ્પોની તો વાત જ ક્યાંથી હોય?