________________
વીર ! મધુરી વાણી તારી
૧૮૩
ભૂગર્ભોમાં, દૂર દૂરના અંતરિક્ષમાં પલાઠી મારીને બેઠેલાં પરમપિતાઓ અને એમના વફાદાર સેવકો દેખાશે. દેખતાં જ શિર ઝૂકી જશે અને મન બાપોકાર કહેશે.. આ જ સત્ય છે.
સત્યનું ભાન થયું; અસત્યનું જ્ઞાન થયું. અકળઓએલો આત્મા ક્યાં સુધી ધરતીએ પગ ખોડંગી ઊભો રહે?
દોડી જ જશે ભાવના જ્ઞાનના સ્વયંભૂ બળે.
સત્ય અસત્યનું આવું જીવંત જ્ઞાન એ જ ભાવનાજ્ઞાન છે અને પછી પાંગરતી દોટ એ જ સમ્મચારિત્ર છે.
આવી દોટને “ઉત્પન્ન કરતું જ્ઞાન એ જ આ શુદ્ધ અષ્ટપુષ્પીનું આઠમું પુષ્પ છે.
શ્રુતજ્ઞાન ચિંતાજ્ઞાનને આઠમા જ્ઞાન પુષ્પની ખુરશીમાં બેસવાનો લગીરે અધિકાર નથી.
તપ અને જ્ઞાનના બે પુષ્પો જો ગુરુભક્તિના છઠા પુષ્પ સાથે ન બેસે તો પૂરબહારમાં ખીલી ઊઠીને અવશ્ય કરમાઈ જાય. એમને કદી ન કરમાતાં કરવા હોય તો ગુરુભક્તિના પુષ્પનું સાન્નિધ્ય રાખવું જ પડશે.
અજીર્ણ એ આ પુષ્પોનું મુરઝાવું ચે. તપનું સાચું અજીર્ણ અતપસ્વીઓ પ્રત્યેનો નફરતભાવ છે. ક્રોધ એ તો બાળ અજીર્ણ છે.
જ્ઞાનનું ખરેખરું અજીર્ણ અજ્ઞાની પ્રત્યેનો ધિક્કારભાવ છે. અહત્વ તો એનું બાળ (baby) સ્વરૂપ છે. તે જ તપસ્વીઓ અને જ્ઞાનીઓ પોતાના જીવનને અજીર્ણનો ભોગ ન બનવા દઈ શકે કે જેઓ ગુરુભક્ત છે.
ગુરુભક્તિ વિનાના જ્ઞાનાદિના અજીર્ણ થયા વિના રહેતાં જ નથી. થઈ ચૂકેલા અજીર્ણો ગુરુભક્તિ વિના જીર્ણ થઈ શકતાં જ નથી.
છઠા નંબરનું ગુરુભક્તિનું આ ગુરુપુષ્ય ખૂબ જ ગૌરવવંતુ પુષ્પ છે. જેમ પાછળના બે પુષ્પોની સુરક્ષા તેને આભારી છે તેમ પ્રથમના પાંચ પુષ્પોની સુરક્ષા પણ તેને જ આભારી છે.
સ્વબળે મહાવ્રતનનું પાલન કરવું એટલે ભુજબળે મહાતોફાની સાગર તરી જવો... તદ્દન અશકયપ્રાય:
અને ગુરુકૃપાના બલે મહાવ્રતોનું પાલન કરવું એટલે? ક્વીન મેરી સ્ટીમર દ્વારા તોપાની સાગરને પાર કરી જવો.. સાવ જ સરળ.