________________
વીર ! મધુરી વાણી તારી
૨૧૩
પ્રથમની અનિવાર્ય જરૂરિયાત છે. એ પ્રાપ્ત થઈ ગયા પછી આત્મા શું કરે છે? એ પ્રશ્ન ગૌણ બની જાય છે. એ આત્માને પ્રાપ્ત થતી રાજ્યાદિસંપત્તિઓ પાપહેતું ન બની જતાં ધર્મહેતુ બનીને મોક્ષ તરફ વધુ ને વધુ વેગથી ધકેલતી જ રહે છે.
દીક્ષિતની દ્રવ્યાગ્નિકારિકાનો ધર્મ પાયામાં જ સડેલો છે. કેમકે એ શાસ્ત્રોમાં અગ્નિકારિકાને રાજ્યાદિભોગપ્રાપ્તિ માટે નું સાધન કહી છે. આથી સંસારસન્મુખતાના રોગનું અલ્સર પેટમાં નિશ્ચિત પડી જાય છે. હવે બહારના ધર્મની ઊઠબેસનો કોઈ અર્થ સરતો નથી. એટલું જ નહિ પરંતુ “અલ્સર મટાડ્યા વિના કરાતી ઊઠબેસ “અલ્સર'ને વધુ વકરાવવાનું જ કાર્ય કરતી રહે છે.
જો અગ્નિકારિકાથી પ્રાપ્ત થતાં રાજ્યાદિભોગોના પાપો દાનાદિથી ધોઈ નાંખવાની પણ વૃત્તિ હોય જ તો તે પાપો જ ન કરાવે એવી રાજ્યાદિ સંપત્તિ મળી જતી હોય તો ખોટું શું?
પણ સાવધાન.. આવી રાજ્યાદિ સંપત્તિ તો તેને જ મળે છે જેને એ જોઈતી જ નથી... જેને જોઈએ છે માત્ર મોક્ષ...
તો ભલે... મોક્ષ જ જોઈતો હશે તો પણ મોક્ષ ન મળે ત્યાં સુધી એવા મોક્ષરાગી આત્માને રાજ્યાદિભોગો અનિવાર્ય મળી જ જવાના છે. પેલા ખેડૂતને અનાજ પકવતાં ઘાસ મળી જ જાય છે તે રીતે.
તો તે રાજ્યાદિભોગોની ઈચ્છા રાખવાની જરૂર જ ક્યાં રહી? જે જલ્દી ન મળી શકે એવા મોક્ષની જ ઈચ્છા રાખો. મોક્ષ મેળવતાં જે બાપની માલિકીની વારસામાં અનિવાર્ય રીતે મળી જવા જેવી રાજ્યાદિસંપત્તિની ઈચ્છા શા માટે રાખવી જોઈએ?
આવી રીતે મોક્ષ માંગતા, મળી ગયેલી સંપત્તિ કરી પણ જાતના પાપ કરવા દેતી નથી. અને તેથી જ પાપો ધોવા માટે દાનાદિના પુણ્યની પણ જરૂર રહેતી નથી. એ સંપત્તિ જ એવી નિષ્પાપ માતા જેવી છે જે બધી જ કાળજી કરી લેશે. જરૂર પડતાં જે જે કરવા જેવું લાગશે તે તે બધું ય - ધર્મ અને કર્મકરાવતી કરાવતી મોક્ષપદે પહોંચાડીને જ રહેશે.
એટલે હવે એ વાત નિશ્ચિત થઈ જાય છે કે દ્રવ્યાગ્નિકારિકા કરવાથી જન્માન્તરમાં પ્રાપ્ત થતી સંપત્તિ પાપ કરાવનારી બને છે માટે તેવી દ્રવ્યાગ્નિકારિકા દીક્ષિતે ન જ કરવી જોઈએ. બેશક, મોક્ષના ધ્યેયથી તે દ્રવ્યાગ્નિકારિકા કરાય તો તે સારી જરૂર ગણાય પરંતુ તેમાં જે સારાપણું આવ્યું તે મોક્ષના ધ્યેયને લીધે જ આવ્યું છે. એટલે સારો તો મોક્ષાભિલાષ જ છે. તે જો અંતરમાં વસી જાય તો દ્રવ્યાગ્નિકારિકા વિના