________________
| |_
૨૧૪
વીર ! મધુરી વાણી તારી
પણ જન્માન્તરમાં રાજ્યાદિભોગો પ્રાપ્ત થાય. અને તે રાજ્યભોગો આત્મામાં પાપ કરવાની વૃત્તિઓ ન જગાડે.
જે જે આત્માઓ મોક્ષપદના તલસાટ સાથે ધર્મ કરે છે તે આત્માઓમાં જેટલા તે જ ભવે મોક્ષપદ ન પામી જાય તે બધા ય અન્યત્ર જન્મ લઈને સુંદર ભોગસામગ્રી અવશ્ય પામે.. એના દ્વારા પાપો ન જ આચરે. એટલું જ નહિ પણ તક મળતા જ તેને લાત મારીને મોક્ષપદની સાધનાના પંથે કૂચ કરી જ દે.
અવિસંવાદી શાસ્ત્રોનું આ વચન છે. મોક્ષાભિલાષી આત્માઓને આ શાસ્ત્ર જ પ્રમાણભૂત હોય છે.
જે દીક્ષિત હોય તે અવશ્ય મુમુક્ષુ હોવો જોઈએ. તેવા આત્માને આ શાસ્ત્રવચનની જાણકારી થાય એટલે જો તે દ્રવ્યાગ્નિકારિકા કરતો હોય તો તેણે તેને સત્વર ત્યાગી દેવી જોઈએ. અને મોક્ષાભિલાષી બનીને વિરવદ્ય ધર્માચરણમાં જ પરાયણ બની રહેવું જોઈએ.
પરસિદ્ધાંતોમાં ય મોક્ષાર્થી આત્માને દ્રવ્યાગ્નિકારિકાનો નિષેધ કરવામાં આવ્યો છે. યજ્ઞયાગાસિંહપ્રવૃત્તિઓને તથા વાપી-કૂવા તળાવ વગેરે બનાવવાની પ્રવૃત્તિઓને સ્પષ્ટ શબ્દમાં અ-મોક્ષાંગ કહેલ છે.
જે ધર્મપ્રવૃત્તિ સકામ છે. જેમાં ધર્મ કરનારને કોઈ ને કોઈ પ્રકારના સાંસારિક અભિલાષો સિદ્ધ કરવાની વાસના છે તે ધર્મપ્રવૃત્તિ મોક્ષનું સાધન બની શકતી નથી. શ્રુતિમાં કહ્યું છે કે જેને સ્વર્ગની કામના હોય તેણે યજ્ઞ કરવો. જેને વરસાદની ઈચ્છા હોય તેણે કારીરી યજ્ઞ કરવો, જેને શત્રુ-વધ કરવાની ઈચ્છા હોય તેણે યેનયાગ કરવો... આમ સઘળી યજ્ઞયાગાદિની પ્રવૃત્તિ કોઈને કોઈ સાંસારિક કામનાપૂર્વકની જ હોય છે.
આવી સકામપ્રવૃત્તિઓ મોક્ષાંગ નથી જ એ હકીકત જણઆવવા માટે તે શાસ્ત્રોમાં કહ્યું છે કે, જે મૂઢ લોકો એમ માનતા હોય કે ઈષ્ટાપૂર્વની ક્રિયાઓ જ શ્રેષ્ઠ છે અને મોક્ષને આપનારી છે તે લોકો હલકી દેવયોનિમાં ઉત્પન્ન થઈને હલકી કોટિના પશુ આદિના અવતારો પામે છે.
જોયું ને કામનાનું પાપ! જરાક ઊંચે ચડાવી દે અને પછી જોરદાર ફટકો મારીને અધમાધમ સ્થિતિની ખીણોમાં પટકી નાંખે.
ન અંજાશો કોઈ; શ્રીમંત વૈભવમાળાને જોઈને.... ન આંખ અનિમેષ બનાવજો કોઈ; જ્ઞાનગર્વીની વિદ્વત્તાને જોઈને.