________________
વીર ! મધુરી વાણી તારી
સાંખ્યમત એ છે કે જડ પ્રકૃતિનો વિકાર બુદ્ધિ છે. આત્મા (પુરુષ)થી પ્રકૃતિનો વિયોગ થવો તે જ આત્માનો મોક્ષ કહેવાય છે. જ્યારે મોક્ષ અવસ્થામાં આત્મા પ્રકૃતિથી છુટો પડે છે ત્યારે એ તદ્દન સહજ બાબત છે કે એ વખતે પ્રકૃતિના વિકારસ્વરૂપ બુદ્ધિ પણ આત્માથી છૂટી પડી જાય છે. હવે આત્માની સંસાર અવસ્થામાં બુદ્ધિ પદાર્થનું જે ભાન કરે છે તે જ પદાર્થભાન આત્મામાં પ્રતિબિંબિત થાય છે. પણ જો આત્માની મોક્ષાવસ્થામાં બુદ્ધિનો જ વિયોગ થઈ જાય છે તો બુદ્ધિથી થતું આત્માને પદાર્થજ્ઞાન પણ અશક્ય બની જાય છે. રે! એક પણ પદાર્થના જ્ઞાનવાળો મોક્ષાવસ્થાનો આત્મા રહી શકે તેમ નથી.
૩૬
તો પછી મોક્ષવસ્થાવાળો આત્મા સર્વપદાર્થનો જ્ઞાતા તો બનશે જ શી રીતે ? આમ સાંખ્યમતથી જ મુકતાત્મામાં સર્વજ્ઞત્વનો પ્રતિષેધ થઈ જાય છે. જ્યાં સર્વજ્ઞત્વ નથી ત્યાં મહાદેવત્વ કેમ હોઈ શકે ?
સાવ અજ્ઞને પણ જો મહાદેવ કહી શકાય તો સવ૪ સંસારી આત્માઓ તો મોટા મહાદેવ બની જાય કેમકે એઓ તો કાંઈક ને કાંઈક પણ જ્ઞાની છે!
વસ્તુતઃ તો આ સિદ્ધાંત જ બરોબર નથી કે મુક્તાત્મામાં કશું જ જ્ઞાન હોતું નથી. કેમકે જો આત્મા ચેતના સ્વરૂપ હોય અને બુદ્ધિ અને પ્રકૃતિ એ ચેતનાનો વ્યાઘાત કરનારા હોય તો તો તે બુદ્ધિ અને પ્રકૃતિનો વિયોગ થતાં જ આત્માની ચેતના પૂરબહારમાં પ્રગટી ઊઠે અને તેથી તો મુક્તાત્મા સર્વજ્ઞ જ બની રહે.
ન
બુદ્ધુ મહાદેવ ન હોઈ શકે : સર્વજ્ઞ પદથી જેમ કપિલનો મહાદેવ તરીકે પ્રતિષેધ થયો તેમ તે જ પદથી બુદ્ધ પણ મહાદેવ તરીકે સાબિત થતાં અટકી જાય છે. બુદ્ધના શિષ્યોએ જ કહ્યું છે કે જગતનું બધું જાણવાની આપણે શી જરૂર છે? આપણને જેનું જ્ઞાન ઈષ્ટ હોય તેટલું જ આપણે જાણીએ. કયી વસ્તુમાં કેટલા જીવો છે તે જાણવાનો આપણા વિકાસમાં કશો જ ઉપયોગ નથી.
આ ઉપરથી જ સાબિત થઈ જાય છે કે બુદ્ધ વગેરે સર્વજ્ઞ ન હતા પરંતુ ‘થોડા પદાર્થને જ જાણનારા' હતા.
વસ્તુતઃ તો ‘થોડા પદાર્થોના પણ પૂર્ણ જાણકાર' તેઓ ન હતા એમ સાબિત થાય છે કેમકે એક પણ પદાર્થનું પૂર્ણજ્ઞાન ત્યારે જ થાય જો સર્વ પદાર્થનું સંપૂર્ણજ્ઞાન થાય. સામે પડેલો પદાર્થ એ અમુક જ વસ્તુ છે એવં એ વસ્તુનું પૂર્ણજ્ઞાન તો જ થાય કે જગતના બાકીના તમામ પદાર્થોનું જ્ઞાન કરીને... તે બધા ય પદાર્થ સ્વરૂપ તે પદાર્થ નથી.... નથી.... નથી. એવું વ્યતિરેકી જ્ઞાન થાય.