________________
વીર ! મધુરી વાણી તારી
ઘટ એ ઘટ છે પરંતુ પટ નથી એવું જ્ઞાન કરવામાં પણ પટનું જ્ઞાન જરૂરી છે. પટ એ શું વસ્તુ છે એની જ ખબર ન હોય તો સામે પડેલો ઘટ એ પટ પણ હોઈ શકે એવી શંકા અવશ્ય ઉત્પન્ન થઈ જાય. એટલે “ને સબંગાળઃ ? પણ નાગ’ એ આચારાંગ સૂત્રાનુસાર તો સર્વજ્ઞ બન્યા વિના એક પદાર્થનું પૂર્ણ જ્ઞાન પણ અસંભવિત છે. માટે જ બુદ્ધ ન હતા સર્વજ્ઞ અને ન હતા અલ્પજ્ઞ.
સર્વજ્ઞત્વવાદ: આજે જ નહિ, પુરાણા કાળથી પરલોક, મોક્ષ, આત્મા વગેરે આધ્યાત્મિક ભાવોને સ્વીકારવાની સરિયામ લાચારી દેખાડતો ઉઘાડો કે છૂપો નાસ્તિકવાદ ચાલ્યો આવે છે.
અધ્યાત્મની ઈમારત વિષયભોગોના ત્યાગ-વેરાગ્યના પાયા ઉપર જ ઊભી
રહે છે.
બહુલકર્મી સર્વજીવોને વિષય - ભોગોના ત્યાગ-વૈરાગ્ય કદી ગમતા નથી. એની વાત પણ સાંભળતા એમને ત્રાસ થતો હોય છે. આથી જ આવા જીવો એની સામે પોતાની બુદ્ધિનું શસ્ત્ર ઉગામે છે. શક્ય એટલા પ્રયત્નોથી એ શસ્ત્રને ઝીંકે છે.
બુદ્ધિની આવી ઝીંકો અનંતકાળથી થતી જ આવી છે. બહુલકર્મિતાનો એ સનાતન રાક્ષસ આજે એના ભયંકર ઝનુને ચડયો છે. પણ આધ્યાત્મભાવનો યુગ કદી આથમ્યો નથી. હા, એના તેજ ક્યારેક ઝંખવાયા છે, એના બળ ક્યારેક નંદવાયા પણ છે પરંતુ એ યુગ સદા જીવતો ને જીવતો જ રહ્યો છે.
પેલો રાક્ષસ એની ઝીંક મારતો જ રહ્યો છે. અને અધ્યાત્મભાવ સદા પ્રસન્નમના બનીને એને ખમતો જ રહ્યો છે. કોઈ કોઈનો વિનાશ કરી શક્યું નથી. એકે યનો વિનાશ કદી થવાનો નથી. એ બે વચ્ચેનું અનાદિ યુદ્ધ અનંત રહેવાનું છે એ વાત પણ સુનિશ્ચિત છે.
એટલે પુરાણા સમયોમાં પણ આત્માના અસ્તિત્વ વિશે કુતર્કો થતા હતા, આજે પણ થાય છે.
ભોગરસિક આત્માઓને આત્માનો ઈન્કાર કર્યા વિના ચાલી શકે તેમ નથી. આત્માના અસ્તિત્વની બાંગ પુકારતા શાસ્ત્રો સામે શસ્ત્રો ઉગામ્યા વીના ચાલી શકે તેમ નથી.
જ્યાં ભોગરસ છે ત્યાં ધર્મશાસ્ત્રોની શત્રુતા હોય છે. તેવા જીવોની પાસે આત્મા, એનો પરલોક, અને એના મોક્ષની વાતોની શ્રદ્ધાની અપેક્ષા રાખવી એ