________________
વિર ! મધુરી વાણી તારી
કે તે પુરુષ ન પણ હોય? ઝાંઝવાના જળમાં ભૂલી પડનારી માનવની જાત અહીં પણ કેમ ભૂલી ન પડે?
ચાર પગવાળા ગધેડાને ગદ્ધો' કહેનાર પણ ખોટો હોઈ શકે ને? સર્પને રજૂ કહેનારો પણ ખોટો પડી જાય છે માટે !
રે! જગતના તમામ સત્યવિધાનો અપ્રામાણિક બની જશે. જો ભ્રાંતિના કારણે થતાં વિધાનોની અપ્રામાણિકતાને અભ્રાન્ત વિધાનોમાં પણ કલ્પી લેવામાં આવશે તો!
અને જો આ રીતે તમામ પ્રત્યક્ષ જ્ઞાનો અપ્રામાણિક ઠરી જશે તો બધા અનુમાનજ્ઞાન પણ અપ્રામાણિ ઠરી જશે. કેમકે પ્રત્યક્ષ પૂર્વક જ અનુમાન હોય છે. જો પ્રત્યક્ષ પણ અપ્રામાણિક! તો તેના દ્વારા થતું અનુમાન પણ અપ્રામાણિક!
આકાશમાં લાંબો લીસોટો પ્રત્યક્ષ જોઈ ન દેખાતાં રોકેટનું અનુમાન થાય છે - કે અહીંથી રોકેટ પસાર થઈ ગયું હોવું જોઈએ.
પણ જો લીસોટાનું પ્રત્યક્ષ જ્ઞાન જ અપ્રામાણિક વિધાન હોય તો રોકેટ પસાર થયાનું અનુમાન પણ અપ્રામાણિક જ સાબિત થઈ જાય!
ઘરમાં બેઠેલાને જેટવિમાનનો ભયંકર ઘરઘરાટ સંભળાય (કાનથી પ્રત્યક્ષ થાય) ત્યારે તે બેઠો બેઠો જ અનુમાન કરે છે કે જરૂ ૨ ઉપરથી જેટવિમાન પસાર થતું હશે! બેશક આ અનુમાન સાચું છે.
પરંતુ હવે જો પેલું ઘરઘરાટનું શ્રાવણ પ્રત્યક્ષ જ બ્રાન્ત હોય - અપ્રામાણિક ઠરતું હોય તો તેવી ભ્રાંતિથી થતું જેટની ગતિનું અનુમાન પણ બ્રાન્ત જ ઠરી જાય.
આમ જો અબ્રાન્ત પ્રત્યક્ષ માત્ર અપ્રામાણિક (ઝાંઝવાના જળમાં બ્રાન્તિથી સાચા જલનું જે પ્રત્યક્ષ થાય છે તે અપ્રામાણિક છે માટે) ઠરશે તો અનુમાન માત્ર અપ્રામાણિક સાબિત થશે.
આમ થતાં સર્વ આસ્તિક દર્શનોને માન્ય સૂત્ર કે “પ્રમાણ એ છે પ્રત્યક્ષ અને અનુમાન' એના ભુક્કા બોલાઈ જશે. સર્વ આસ્તિક દાર્શનિકો તો સ્પષ્ટ કહે છે કે સ્વર્ગ-મોક્ષ વગેરે અતીન્દ્રિય બાબતોમાં આગમવચન (અનુમાનપ્રમાણમાં આગમપ્રમાણ સમાઈ જાય છે) જ પ્રમાણભૂત ગણાય. કેમકે આ વિષયમાં પ્રત્યક્ષ પ્રમાણની ગતિ જ થઈ શકે તેમ નથી. વળી તેઓ કહે છે કે વીતરાગ સર્વજ્ઞોના આગમવચનને અનુસરીને જ શાસ્ત્રકારો અન્ય શાસ્ત્રગ્રંથોની રચનાઓ કરે છે એટલે એ શાસ્ત્રોમાં અપ્રામાણિકતાની કલ્પનાને કોઈ અવકાશ જ નથી.