________________
વીર ! મધુરી વાણી તારી
ખાતાઓમાં ય ધર્મના જ મહત્ત્વ વધશે. અંતરમાં ન્યાય નીતિ વગેરે ધર્મને મહત્તા આપનારો પ્રાયઃ તો અનીતિથી ધનોપાર્જન ક૨શે જ નહિ.
૨૦૭
ધર્માત્માની સકારણ અનીતિ પણ સારી.
પાપાત્માની નીતિ પણ ભૂંડી.
જગતના પાપો માટે ધનોપાર્જન જો કરવું પડતું હોય તો ધર્મો માટે પણ ધનોપાર્જન ગૃહસ્થો કેમ ન કરી શકે ? દાનધર્મ માટે જ જો કોઈ વ્યક્તિ ધન કમાવા માંગતી હોય તો તેની પણ આજે અપેક્ષાએ ખૂબ જરૂર છે.
રે! ભયંકર દુકાન પડયો છે ધનવાન ધર્માત્માઓનો! ધનવાન દાનવીરોનો ! ધર્મના પાયા મૂળમાંથી હચમચવા લાગ્યા છે. એને મજબૂત કરવા માટે જરૂરી ઈંટ ચૂનામાં જેમ સંઘના પાવિત્ર્યની ખૂબ જરૂર છે તેમ કરોડોની સંપત્તિની પણ જરૂર છે. કહેાતા જૂઠા સામ્યવાદની નહિ.
ધાર્મિક કહેવાતા કરોડપતિઓ પણ ઘણા છે. પરંતુ લગભગ બધા ય ના અંતરમાં મહત્તા તો ધનની જ અંકાયેલી જોવા મળે છે. આ બાબત ખૂબ જ ગંભીર છે, દુઃખદ છે.
ધનને મહત્ત્વ આપતાં લોકો ધર્મસ્થાનોમાં પેસી જઈને લાખોનું દાન કરી દઈને પણ દાનધર્મને ગૌરવ ન આપતાં લક્ષ્મીને જ ગૌરવવંતુ સ્થાન આપશે. ‘લક્ષ્મી ફેંકી દેવા જેવી!' એવો ભાવ એમના દાનની ક્રિયામાંથી એક પણ દેખતો માણસ વાંચી શકશે નહિ, ઉલટું, ‘લક્ષ્મી હોય તો આવા માન-પાનના કાસ્કેટ મળે' એ ભાવ વાંચશે અને લક્ષ્મીની ઉપાદેયતાનું મહાપાપ લઈને જશે.
ધન કે ધર્મ એકે ય નું મહત્ત્વ નથી. મહત્ત્વ તો છે બેમાંથી કોને અંતરમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે એ વાતનું.
જેઓ ધર્મને જ અંતરમાં મહત્ત્વ આપે છે એ ધર્માત્માઓ ધન પામીને ય ધર્મનું જ ગૌરવ વધા૨શે. માટે જ આવા ધર્માત્મા ધનપતિઓની આજે ખૂબ જરૂર છે. સર્વવિરતિધર ન જ બની શકે તેવા સંસારી આત્માઓ જો ધર્મને જ પૂર્ણ મહત્ત્વ આપી ધનોપાર્જન કરે અને વિપુલ ધન મેળવીને ધર્મના ક્ષેત્રોને મજબૂત બનાવી દે તો તેમના માટે એ ખૂબ જ ઈચ્છનીય છે.
સંસારી આત્માઓ પાપના કાળા કાદવથી ખરડાએલાં જ છે. એમને શુભાશય સાથેનો કોઈ ધોલો પાપ કાદવ પણ ભેગો લાગી જાય તો તે અત્યંત હેય નથી જ બલ્કે અમુક કક્ષામાં ખૂબ જ ઉપાદેય છે. એ રીતે પણ પછી એ ધર્મપ્રેમીઓ દાનાદિધર્મ