________________
વિર ! મધુરી વાણી તારી
૧૩૯
પટેલે ભેંસનું એકાગ્ર ધ્યાન શરૂ કરી દીધું. બીજા પંદર દિવસ પસાર થઈ ગયા. સોળમાં દિવસે સંન્યાસી જાતે ત્યાં આવ્યા એમને જોતાં જ પટેલ ચારપગે બનીને માથું હલાવતાં હલાવતાં આવ્યા. સંન્યાસીને શિંગડું મારીને કાઢવાનો પ્રયત્ન કરા હોય તેવી ચેષ્ટા કરવા લાગ્યા!
સંન્યાસીએ પટેલને ખૂબ ઢંઢોળ્યા. સમાધિથી નિવૃત્ત કયા૪. પટેલને પૂછયું, “શું થયું હતું તમને?''
“પ્રભો! ભેંસના પ્લાનથી હું જ ભેંસ બની ગયો! મારી જાતને જ ભેંસ કલ્પી
લીધી.”
સસ્મિત વદને સંન્યાસીએ કહ્યું, “લો ત્યારે, હવે પરમાત્મસ્વરૂપની ઝાંખી કેમ થાય એ વાત સમજાઈ ગઈ ને?
જગતને ભૂલો. જગત્પતિની મૂર્તિનું આલંબન લઈને એની પૂરી પિછાણ કરો, આલંબન ચાલુ રાખીને એમાં એકાકાર થઈ જઈને અનુભવગમ્ય પરમાત્મદશાનું ભાન કરો.”
આ દૃષ્ટાંત આપણને એ જ વાત ખૂબ સ્પષ્ટ કરી આપે છે કે જગતના મોહપાત્રને ભૂલી જવા માટે નિર્મોહીની પ્રતિમાનું આલંબન એ ખૂબ જ સરળ અને નિર્ભય ઉપાય છે.
લાકડીના ટેકે જ ચાલવાને ટેવાયેલા માણસ પાસેથી જેમ લાકડી વિના જ ચાલવાની અપેક્ષા એકદમ રાખી ન શકાય. માત્ર એટલું જ થઈ શકે કે એની પાસે રહેલી સડેલી લાકડી છોડી શકાય. પરંતુ તે માટે ય તેના હાથમાં બીજી સારી મજબૂત લાકડી આપવી જ પડે. કેમકે સડેલી લાકડી છૂટી શકે તેમ ચે પરંતુ કોઈક ટેકે ચાલવાની ટેવ તો છૂટી કે તેમ નથી જ.
આ મનોવૈજ્ઞાનિક વ્યવહારદૃષ્ટિને ખ્યાલમાં લઈને જ મહોપાધ્યાયજીએ અધ્યાત્મસારના અનુભવાધિકારમાં અપ્રશસ્ત આલંબનો અને અપ્રશસ્ત વિકલ્પોને દૂર કરવા માટે પ્રારંભદશામાં પ્રશસ્ત આલંબનો અને પ્રશસ્તવિકલ્પોને જીવનમાં અને મનમાં દઢ સ્થાન આપવાનું જણાવ્યું છે.
જે આલંબનથી આત્માનું ભાન થાય, વિશુદ્ધિનું ઉત્થાન થાય, શુભસંકલ્પોની પરંપરા ચાલે તે આલંબન જ આપણા માટે પૂજ્ય આલંબન કહેવાય. બાકીના બધાં ય અપૂજ્ય આલંબન કહેવાય.
આવી વસ્તુસ્થિતિ હોવા છતાં સ્થાપનાદિનક્ષપાના આલંબનને પૂજ્ય-પૂજનીય