________________ | |_ 138 વીર મધુરી વાણી તારી - ભાન વારંવાર થશે ત્યારે જ અંતે એક વાર સાચે જ સર્વકાળ માટે પરમાત્માસ્વરૂપ બની જવાશે. પણ પરમાત્માની ઓળખ કરી લેવા માટે પરમાત્માની જ યાદ જારી રાખવા અપરાત્મા-સર્વની યાદનું વિસ્મરણ પણ કરવું જ પડશે. એક નાનકડી વાત ઉપરથી આ વિધાન સ્પષ્ટ થઈ જશે. એક ગામમાં એક પટેલ રહેતો હતો. ઘરમાં એક ભેંસ રાખી હતી. એક વાર એક સંન્યાસી આવ્યા. પંદર દિવસ રહ્યા બાદ સંન્યાસીએ વિદાય થવાની વાત કરી. તે વખતે પટેલે પ્રશ્ન કર્યો, “મારે પરમાત્માસ્વરૂપ બનવું છે. મને એ દશાનું આપ ભાન ન કરાવો ?" સંન્યાસીએ કહ્યું, “એ વાત હમણાં બાજુએ રાખ. હમણાં તું મને તારી ભેંસનું આબેહૂબ ચિત્ર દોરી આપીશ?” પટેલે કહ્યું, “જરૂર.'' પછી તો કલમ હાથમાં લઈને પટેલ ચિત્ર દોરવા બેઠો; પણ ગણપતિને બદલે વાંદરો દોરી ગયા જેવું થયું. ખડખડાટ હસી પડતાં સંન્યાસીએ પૂછયું. “પટેલ કેમ આમ થયું?” પટેલે કહ્યું હજી ભેંસ જ મારી આંખ સામે રમતી નથી. ભેંસને બદલે બેરાછોકરાં વગેરે ઘણાં ઘણાં આંખ સામે ખડા થઈ જાય છે. - સંન્યાસીએ કહ્યું, “તો હવે હું બીજા ત્રીસ દિવસ અહીં રહું છું. પટેલ! તમે પંદર દિવસ માટે એક રૂમમાં જ બેસી જાઓ. નજર સામે પરશાળમાં ખાતા-પીતીસૂતી-ભેંસને જ રાખો. બીજું કશું ન જુઓ. ધીરે ધીરે બીજા બધાની યાદ પણ ભુલાતી જશે. પંદર દિવસ પૂરા થયા બાદ ફરી એ ચિત્ર દોરવાનો યત્ન કરજો.” સંન્યાસીના કહેવા મુજબની સઘળી સાધનાપટેલે કરી. પંદરમાં દિવસે ભેંસનું આબેહૂબ ચિત્ર દોરાઈ ગયું. પટેલ પોતે એ જોઈને આફ્રીન પુકારી ગયા. પછી તેમણે સંન્યાસીને કહ્યું, “આ તો ઠીક પણ મારે તો પરમાત્માસ્વરૂપ બનવું છે, તે સ્વરૂપની ઝાંખી કરવી છે તેનું શું? ભેંસના પ્સિરથી મને આ સિદ્ધિ થોડી જ મળી? સંન્યાસીએ કહ્યું, “પટેલ! આકળા ન થાઓ. તમારી જ મનઃકામનાપૂર્ણ કરવાના માર્ગે હું તમને લઈ જઈ રહ્યો છું. હવે બીજા પંદર દિવસ એ જ ભેંસનું વધુ એકાગ્રતા સાથે ધ્યાન ધરો.”