________________ વીર ! મધુરી વાણી તારી 137 કે પોતાના માન્યા વિના આંખોના ખૂણિયાં લાલ થતા હશે એમ! એ તો કદી ન બની શકે. આવી દલિલો કરવા કરતાં સીધું જ વિધાન કરી દેવું સુંદર લાગે છે કે, “મંદિરની મૂર્તિને અમે માનતા જ નથી. પૂજ્ય પણ નહિ, મૂર્તિ પણ નહિ. એ છે માત્ર પથ્થર.” જાણવા જેવી રમૂજની વાત તો એ છે કે ભગવાનની મૂર્તિને જડ પથ્થર માનીને તેને સામર્થ્યવિહોણી માનનારાઓ ભગવાનના નામનો જપ તો ખૂબ જ સારી સંખ્યામાં કરતા હોય છે? શું એ નામ પણ જડ નથી? છતાં જો નામ જપમાં ભાવ નિક્ષેપ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરાવવાની તાકાત માનતા હો તો તેવી જ તાકાત સ્થાપનાનિક્ષેપરૂપ મૂર્તિમાં પણ કેમ ન મનાય ? પથ્થરની ગાય દૂધ દેતી નથી, તો ગાયનું નામ પણ દૂધ દેતું નથી હોં! હા. નામથી જો ગાયનું સ્મરણ થાય તો ગાયની આકૃતિવાળા રમકડાથી પણ નાના બાળકને ગાયની ઓળખ કરાવી શકાય છે. બાળમંદિરમાં જઈને જુઓ તો ખબર પડે. તો પરમાત્માની સ્થાપના સ્વરૂપ મૂર્તિ પણ જડ છતાં તેના દ્વારા સાચા પરમાત્માની વીતરાગતા વગેરેનું સ્મરણ થાય જ. નહિ તો શું પ્રિયતમાના મુખદર્શનમાં વીતરાગતાનું સ્મરણ થઈ જશે એમ? રે! સિનેમાના પડદા ઉપર જડ મૂર્તિઓના જ દૃશ્યો જોવાય છે કે બીજું કાંઈ ! છતાં કરુણ દૃશ્યો જોતાં આંકો રડી કેમ ઊઠે છે? સુભગ ગણાતા મિલનના દૃશ્યો જોતાં હૈયું આનંદવિભોર બની જાય છે કે નહિ? જડની આટલી બધી અસર આત્મા ઉપર અનુભવસિદ્ધ હોવા છતાં મંદિરની મૂર્તિને જડ કહી દઈને તેની અસરકારકતાને અવગણી નાંખવા જેવું અનુચિત બીજું કયું હોી શકે એ જ સમજાતું નથી. મોહની મૂર્તિઓમાં જ એકાકાર થઈ ગયેલા જગતને જો ખરેખર ઉગારી-બચાવી લેવાની ભાવના હોય તો મૂર્તિના દર્શને ગલાં થવાને ટેવાએલાંઓને નિર્મોહીની મૂર્તિઓના દર્શનમાં જડી જ દેવા પડશે. એમની એ ટેવોનું ઊર્ધીકરણ કર્યા સિવાય એમને ઉગારવાનો બીજો કોઈ જ રસ્તો શક્ય નથી. પરમાત્માસ્વરૂપ આત્માને બનાવવો હોય તો પ્રથમ તો પરમાત્માને જ પૂરા ઓળખવા પડશે... પછી એમાં એકાકાર બનવું પડશે. એ એકાકારતાનું-અદ્વૈતનું