SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વીર ! મધુરી વાણી તારી તીવ્ર હોવાથી એ વિરોધ ટળી પણ જાય. આ મનોવૈજ્ઞાનિક નિષ્કર્ષથી એ જ સિદ્ધાંત સ્થાપિત કરી શકાય કે માણસના મનની વૃત્તિઓનું આબેહૂબ પ્રતિબિંબ એના સ્વરૂપમાં અને એના જીવનમાં પડયા વિના રહેતું નથી. કામવૃત્તિવાળાના જીવનમાં કામની પ્રવૃત્તિ દેખા દે છે; એમ વારંવાર તીરછી નજરે વિજાતીયના દર્શન કરી લેતી આંખોના ખૂણિયાં પણ વિકૃત બની જ રહે છે. એથી ઉલટું, કોઈ પ્રતિ રાગ દૃષ્ટિથી ન જોવાની વૃત્તિવાળા સંતના જીવનમાં વિરાગની પ્રવૃત્તિ દેખાય છે તેમ નીચું જોઈને જ ચાલવાની ટેવથી એની ડોક પણ સદા માટે નમી જાય છે. ક્રોધના આવેગોવાળો માણસ જ્યારે ને ત્યારે ક્રોધથી ધમધમતો જોવા મળે છે, એની આંખો પણ સ્વાભાવિક રીતે ખુન્નસ-ભરી બની જાય છે. વ્યક્તિના સ્વરૂપ અને જીવન ઉપરથી આંતર વૃત્તિનું અનુમાનઃ જેવી વૃત્તિ તેવું જીવન અને તેવું જ સ્વરૂપ તનનું કે આતમનું. જો તેમ ન બને તો તે વિરોધનો ત્રાસ તો અવશ્ય હોય. કાં તો વૃત્તિએ પોતાને અનુકૂળ પ્રવૃત્તિની સાથે રહેવું રહ્યું. કાં તો પ્રતિકૂળ પ્રવૃતિતના ભયાનક ત્રાસ સાથે રહેવું રહ્યું. ત્રીજો કોઈ જ વિકલ્પ સંભવી શકતો નથી. જેમના ચિત્તમાંથી રાગ, દ્વેષ અને મોહ નિર્મળ થઈ ગયા છે તે પરમાત્મામહાદેવ ચે એ વાતની ખાત્રી એમના સ્વરૂપ અને જીવન ઉપરથી આપણે સહેલાઈથી કરી શકીએ. જેઓના અંતરમાં રાગ નથી તેમના સ્વરૂપમાં સ્ત્રીનું પાત્ર સંકળાઈ શકે જ નહિ. જેઓની વૃત્તિમાં મોહમૂઢતા નથી તેમને અજ્ઞાનમૂલક પ્રવૃત્તિઓ સંભવી શકતી નથી. જેમના સ્વરૂપમાં નથી કામિની, નથી આયુધો, નથી અક્ષમાળા એમના અંતરમાં ન જ હોઈ શકે રાગ, ન સંભવી શકે દ્વેષ, ન ઘટી શકે મોહ. એવા મહાદેવનું જીવન પણ એવું જ હોય. એમના જીવનમાં કદી જોવા-સાંભળવા નહિ મળી શકે શુંગારરસની રાગભરી પીચકારીઓનઈ ઊડતી છોળો; કદી જોવા
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy