________________
વીર ! મધુરી વાણી તારી
૨ ૧૧
પુરુષાર્થને અપનાવી લે છે. આ ધર્માત્માઓને સાંસારિક સુખોનું કોઈ પણ પ્રલોભન ડગાવી શકતું નથી. કેમકે “સુખ જ ભયંકર'' એ એમના જીવનનાં સઘળા જ્ઞાનસાગરનું વિચાર નવનીત.. એમના રોમરોમમાં પરિણમી ગયું છે.
મોક્ષમાત્રના માનસિક ઝોકવાળા આ ધર્માત્માઓ જન્માત્તર પામે તો અવશ્ય વિપુલ સુખસામગ્રી પામે. પરંતુ એ સુખસામગ્રી એમને પાપ કરાવવા જરા ય સર્મથ બની શકતી નથી. કેમકે પૂર્વજન્મની ધર્મસધના કરતાં કરતાં જ એમણે સુખસામગ્રી પ્રત્યે નફરત જગાડીને, નફરતના એ સંસ્કારને કરોડો પુટ આપીને આત્મામાં રસી નાખ્યો હતો. અસ્થિમજ્જા બનેલા સંસ્કારને - શુભ કે અશુભ કોઈ પણ સ્મશાનની આગ બાળી શકતી નથી, ગર્ભાવાસની અંધિયારી કોટડી દૂબળા બનાવી શકતી નથી, જન્મ સમયની ઘોર વેદના પણ એને મંદ પાડી શકતી નથી.
મૃત્યુ થતાં બધું ય જ્ઞાન વીસરી શકાય છે, બધો ય વૈભવ –ઝૂંપડીનો કે મહેલનોમૂકી શકાય છે પરંતુ એ જ્ઞાનના અને એ વૈભવોના શુભાશુભ સંસ્કારો તો એવા ને એવા તાજા-નરવા બનીને જીવાત્માની સાથે જ ન્માંતરમાં જાય છે.
આતી જ સુખ પ્રત્યેની નફરતના બદ્ધમૂલ સંસ્કાર જન્માંતરમાં સાથે જઈને ધર્માત્માના અને પુણ્યાત્માના જીવનના સમયોમાં જરા ય બગડી જવા દેતા નથી. એને પાપાત્મા થવા દેતા નથી.
સુખ જ સુંદર'ના સંસ્કારવાળો પેલો ધર્માત્મા! મરીને પુણ્યાત્મા તો જરૂર થયો પરંતુ સાથે ગયેલા પેલા સંસ્કારોએ તોફાન મચાવીને પુણ્યાત્માને પાપાત્મા બનાવ્યો.
અને “સુખ જ ભયંકર'ના સંસ્કારોએ એના સ્વામી ધર્માત્માને જન્માન્તરમાં પુણ્યાત્મા બનાવીને પાપાત્મા ન બનવા દેતાં ધર્માત્મા જ બનાવી રાખ્યો!
આ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે ધર્મ કરનારાઓ બધા ય જન્માન્તરમાં પુણ્યાત્મા જરૂર બને પરંતુ ત્યાંના એ જીવનમાં તેઓ ધર્માત્મા બની રહે કે પાપાત્મા બની જાય એનો આખો ય મદાર એમના પૂર્વ જન્મના ધર્મ વખતના માનસિક-ઝોક ઉપર હોય છે.
પૂર્વે કહ્યા મુજબ સુખને ભયંકર માનનારા વિશિષ્ટ ધર્માત્માઓ તો ભોગસુખ ભોગવતાં ય મોક્ષની યાદના, પાપના પશ્ચાત્તાપના, નિષ્પાપને વંદના કરવાના ધર્મોની જ આરાધના કરતાં રહે છે અને તેથી ભોગના સમયમાં ય પાપનો નાશ કરતાં રહે છે.