________________ વીર ! મધુરી વાણી તારી 127 આમ બકરું કાઢતાં ઊંટ પેસી જવા જેવું થાય છે. હવેલી લેવા જતાં ગુજરાત ગુમાવાય છે. કહ્યું છે કે બ્રહ્મચારીઓ પોતાના બ્રહ્મવ્રતને નિર્મળ રાખવા માટે સ્નાન, તેલવિલેપન સુગંધિદ્રવ્યનો ઉપયોગ વગેરેથી સો ગાઉ છેટા રહેતા હોય છે. હવે સ્નાન વિના જિનપૂજા શક્ય જ નથી. કેમકે જો જિનબિંબમાં મગ્નાદિથી પ્રાણની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેમની સ્પર્શના વગેરે દેહાદિથી શુદ્ધ થયા વિના ન થઈ શકે. આથી જ તો કદી સ્નાન કરતાં યતિઓને જિનબિંબથી હા હાથ દૂર રહીને જ સ્તવનાદિ કરવાનું વિધાન છે. - પૂ. પક્ષ-બ્રહ્મચારીઓને તો વિભૂષાની દૃષ્ટિથી સ્નાન કરવાનો નિષેધ છે એવી અમારી સમજ છે. શુભભાવની વૃદ્ધિ કરવા માટેની એકમાત્ર શુભદષ્ટિથી સ્નાન કરવાનો નિષેધ કેમ હોઈ શકે ? જિનપૂજા માટે જ યતિ સ્નાન કરે તો ત્યાં વિભૂષણની દૃષ્ટિ નહિ જ રહે. પછી તેવા સ્નાનમાં શો બાધ છે? ઉત્તર પક્ષ-વાત એ છે કે યતિ પ્રતિજ્ઞાપૂર્વક સર્વસાવદ્યયોગથી નિવૃત્ત થયા છે એટલે હવે એને અલ્પ પણ સાર્વદ્યયોગવાળી જિનપૂજાદિ શુભપ્રવૃત્તિ કરવાનો અધિકાર નથી. પૂ. પક્ષ-ભલેને યતિ સાવદ્યથી નિવૃત્ત હોય પણ તેથી સ્નાન કરીને દેવપૂજા કરવામાં શું વાંધો? આ ક્યાં કોઈ બીજી પાપ પૂજા કરવી છે? આ કામ તો ધર્મનું જ છે ને? અને છતાં જો આવા ધર્મના કાર્યમાં સાવદ્યતા ગણાતી હોય તો એવું સાવદ્ય કાર્ય ગૃહસ્થ પણ નહિ જ કરવું જોઈએ ને? તો એને શા માટે એવી સાવઘતાવાળા કાર્યનો અધિકારી બનાવ્યો? ઉત્તર પક્ષ-ગૃહસ્થ તો અનેક પાપ કાર્યોમાં ફસાયેલો જ છે. પહાડ જેટલા સાવદ્યોને સેવતો ગૃહસ્થ એક ચપટી ધૂળ જેટલું જિનપૂજાનું સાવદ્યકર્મ કરે તેટલાથી શું વધી જાય? જ્યારે યતિ તો કોઈ પાપકર્મ કરતો જ નથી. માટે તેણે થોડું ય સ્નાનદિનું સાવદ્ય સેવવાની કશી જરૂર નથી. પૂ. પક્ષ - આ તો તમે અજબગજબની વાત કરી. બિચારો ગૃહસ્થ ઘણાં પાપ