________________
૧૨૬
વીર મધુરી વાણી તારી
પૂર્વપક્ષ : જો સાવદ્ય એવી પણ જિનપૂજા ઉપાદેય જ હોય તો માત્ર ગૃહસ્થો શા માટે એ જિનપૂજાના અધિકારી કહેવાય? યતિઓને પણ એનો અધિકાર કેમ નથી?
રોગી તો બે ય છે. બે ય ને કર્મ-રોગ લાગુ પડયો છે.
સરખા રોગની દવા પણ સરખી જ હોય ને? તો બે ય ને જિપૂજાનું ઔષધકર્મ ન આપવું?
જવાબ : આ વિષયમાં પૂર્વે કટલુંક સ્પષ્ટીકરણ કર્યું જ છે. છતાં એક બીજી પણ વાત સમજી લેવી કે દવા એવી તો ન જ કરી શકાય કે જેને લેતા નાનો રોગ દબાય અને મહારોગ ઊભો થાય. જગતમાં દવાઓ ઘણી છે છતાં જે દવાઓની પાછળ ભયંકર “રીએકશન’ આવે છે તે દવાઓ ગમે તેટલી રોગનાશક છતાં નકામી ગણાય
પેનીસીલીનના ઈંજેકશનો આવી જ એક વસ્તુ છે.
સાચે જ, માથાનો દુખાવો દાબીને મૃત્યુના છેલ્લા શ્વાસે લાવી મૂકે તેવી દવા તો શા કામની?
જે દવા રોગ દાબે અને નવો ભયાનક રોગ ન ઊભો કરે તે જ દવા કામની.
કૃપથ્યથી રોગ જન્મ તેમ તે રોગને દાબતી દવાનો પણ પોતાનો એક ઉત્પાદ્ય રોગ હોય તો કુપથ્યમાં અને દવામાં ફરક શો? બે ય ભિન્ન ભિન્ન રોગના જનક જ બન્યા ને ?
આ વાત પ્રસ્તુતમાં આપણે યોજવાની છે. યતિ જો જિન્જાની ઔષધિ લે અને તેથી તે પોતાના કેટલાક કર્મરોગને દાબી પણ દે તો ય જિનપૂજાની ઔષધિ લેવામાં જે દેહસ્નાનની વિધિ અનિવાર્ય છે તે વિધિ કરતાં તેનું બ્રહ્મચર્ય જ ખતરામાં મુકાઈ જાય તો ?
જે મહાવ્રત ઉપર એનું જીવન છે એ જ મહાવ્રતને સ્નાનાદિ ક્રિયાઓ ઉથલાવી પાડવા સુધી પહોંચી જાય તો લાભ કરતાં નુકશાનની કોઈ સીમા જ ન રહે ને?
વસ્તુસ્થિતિ પણ એવી જ છે કે સ્નાનાદિક્રિયાઓ બ્રહ્મચર્યની બાધક છે. વિભૂષાવૃત્તિને ઉત્પન્ન કરતી તે ક્રિયાઓ પરંપરયા ઘોર સંસારમાં પછાડી દેનારી બની જાય છે.