________________
વીર ! મધુરી વાણી તારી
૧૨ ૫
આનાકાની કરે તો માળીના અને બીજા આસપાસ ઊભેલા જૈનતરોમાં તેની છાયા બહુ ખોટી પડે. અને જો તેમ ન કરે તો ખૂબ જ સુંદર ધર્મપ્રભાવના થાય. સહુ બોલે કે, “જેનો પરમાત્માની પૂજામાં પાછું વાળીને જોતાં નથી. ધન્ય છે તેમની ઉદારતાને.”
યથાલાભા' શબ્દનો આ જ અર્થ કરવો પડે. નહિ કે તોડ્યા વિના-જોવા મળે તેવા જ પુષ્પો લેવા એવો અર્થ કરવો. કેમકે અન્યત્ર કહ્યું છે કે દુર્ગતા નામની સ્ત્રીએ પરમાત્માની પુષ્પપૂજા કરી હતી તેથી તે દેવલોકમાં ઉત્પન્ન થઈ.
આ દૂર્ગતાનારી તોડયા વિનાના પુષ્પો લાવી ન હતી. અને ન્યાયસંપન્નધનથી જ પુષ્પો લાવી હતી તેમ પણ ન હતું.
એટલે જિનપૂજા માટે પુષ્પો ચૂંટવાનો નિષેધ છે. એ વાત જિનશાસ્ત્રોમાં ક્યાંય જોવા મળતી નથી.
હવે ચેત્યસંબંધી બગીચા નહિ બનાવવાની વાત.
આ પ્રતિવિધાન પણ બરોબર નથી. ત્યાં તો ચૈત્યસંબંધી સોનું, ચાંદી, ગ્રામ, ગોધન વગેરેનું પ્રતિપાદન કર્યું છે. ત્યાં એક પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે કે,
મંદિરની મૂડીરૂપ કે નિભાવ માટેના સોનું, રૂપું, ગ્રામ કે ગોધન વગેરેની જો કોઈ મુનિ દેખરેખ રાખે તો તેનામાં શુદ્ધિ શી રીતે ટકે?”
આ પ્રશ્નો ઉત્તર આપતાં કહ્યું છે કે સામાન્ય રીતે તો મુનિ પોતે જ આવી દેખરેખ રાખી શકે નહિ. જો તેમ કરે તો તેની જીવનશુદ્ધિ ન રહે.
પરંતુ જો મંદિરના એ સ્થાવર દ્રવ્યની શ્રાવક સંઘ પણ કાળજી ન કરે તો છેવટે મુનિ પોતાની સઘળી તાકાતથી એ સંપત્તિનું રક્ષણ કરે જ. એ વખતે શક્તિ છતાં જે મુનિ ઉપેક્ષા કરે તે જ વિરાધકભાવ પામે. આ ઉપરથી એ વાત સ્થિર થઈ કે મુનિ પણ અવસર આવતાં ઉચિત કર્મ કરીને શાસનહિત કરવા દ્વારા આત્મહિત કરી શકે છે. ભલે પછી તે વખતે જીવસિં ન છૂટકે કરવી પણ પડે.
આ વિષયમાં યુગપ્રધાન આચાર્ય કાલકસૂરિજીનું દૃષ્ટાંત ખૂબ જ વિચારવું જોઈએ.
પુષ્પો ચૂંટવાનો નિષેધ નથી એ વાત દુર્ગતાનારીના દૃષ્ટાંત સાથે કહી એટલે હવે સાવદ્યકર્મવાળી પણ જિનપૂજા અત્યંત ઉપાદેય છે એ વાત એકદમ સ્થિર થઈ જાય છે.