________________
૧૦૬
વીર ! મધુરી વાણી તારી
થઈ જાય, અને જે આત્મમળને દૂર કરતાં હોય તેમનો ભાવજ્ઞાનમાં સમાવેશ થઈ જાય. અને ગોધૂલિથી કે મંત્રથી જે સ્નાન બતાડયા છે તે તો હકીકતમાં સ્નાન જ ન કહેવાય કેમકે તેમનાથી દેહના કે આત્માના-કોઈના પણ-મળ દૂર થઈ શકતા જ નથી.
આમ જ્યારે દ્રવ્યમાં અને ભાવમાં જ બધા ય સ્નાનનો યથાયોગ્ય સમાવેશ થઈ જાય છે ત્યારે દ્રવ્ય સ્નાન અને ભાવસ્નાન સ્વરૂપ બે જ સ્નાન છે એમ કહેવું જોઈએ.
અથવા દ્રવ્યસ્નાન પણ પ્રધાન અને અપ્રધાન ભેદથી બે જ પ્રકારનું અને ભાવનાન પણ એ રીતે બે જ પ્રકારનું છે એમ સમજવું. આ ભેદનો વિચાર આગળ કરીશું.
અન્ય દાર્શનિકો પણ બાહ્ય અને આધ્યાત્મિક એણ બે પ્રકારના સ્નાન કહે છે.
દ્રવ્ય સ્નાન-વર્ણન:
પાણીથી શરીરની સઘળી ચામડીની, જે ક્રિયાથી શુદ્ધિ થાય તે સ્નાનને દ્રવ્યસ્નાન કહેવાય.
કેટલાક ભસ્મ વગેરેના સ્નાન કહે છે પરંતુ તે બરોબર નથી કેમકે ભસ્મ વગેરે દેહની ચામડીના મેલને દૂર કરી દેવા અસમર્થ છે. શૌચ તો તેને જ કહેવાય છે શરીરની ચામડીની મેલી ચિકાશશ અને દુર્ગધીને દૂર કરે.
કેટલાક વસ્ત્રો પહેરી રાખીને જ સ્નાન કરવાનું કહે છે અને તેમ કરીને પ્રભુપૂજાદિ કરવાનું વિધાન કરે છે. આ વિધાન પણ બરોબર નથી. શરીર જો વસ્ત્રયુક્ત હોય તો શરીરની ચામડીનું સારી રીતે પ્રક્ષાલન જ થઈ ન શકે. એથી એને સ્નાન જ ન કહેવાય.
બીજા કેટલાક સ્નાન શબ્દના વ્યાખ્યાનકારો પણ દેહના અમુક ભાગના શોચને સ્નાન કહે છે. પણ તે બરોબર નથી. લિંગ, ગુદા, હાથ વગેરે દેહના ભાગોના જ સ્નાનથી ન ચાલી શકે.
હા, દેહના અમુક જ દેશનું સ્નાન થઈ શકે. પરંતુ તે માત્ર લિંગ ગુદા વગેરેનું નહિ કેમકે તેના પણ અંદરના ભાગોનું તો સ્નાન કરી શકાતું જ નથી. વળી આવા કેટલાક ભાગોનું સ્નાન કરનારા કાન, નાક વગેરેનું સ્નાન કેમ નથી કહેતા? ત્યાંની ચામડી ઉપર પણ મેલ તો હોય જ છે!
માટે આખા શરીરની ચામડીનું સ્નાન એ જ સ્નાન કહેવાય. ચામડી એ પણ