________________
વીર ! મધુરી વાણી તારી
૧૦૫
અહીં પણ પૂર્વવત્ પરિણામ આપણે જોઈશું. આત્મા એ ઉપયોગ સ્વરૂપ ભાવ છે. એને સ્નાન કરાવવાનું છે. આ સ્નાન શુભધ્યાન સ્વરૂપ ભાવથી થાય, એનાથી આત્માના ભાવની શુદ્ધિ થાય, એથી પરિણામે કર્મસ્વરૂપ કચરો નષ્ટ થાય. કર્મ એ ઓદયિક ભાવનું કારણ હોવાથી (કાર્યનો કારણમાં ઉપચાર કરતાં) ભાવાત્મક કહી શકાય.
જળથી દેહનું સ્નાન થતાં દેહમળ દૂર થાય છે. શુભધ્યાનથી આત્માનું સ્નાન થતાં કર્મમળ દૂર થાય છે. દેહમળને દૂર કરનારી ક્રિયા દ્રવ્યસ્નાન કહેવાય છે. કર્મમળને દૂર કરનારી ક્રિયા ભાવસ્નાન કહેવાય છે.
આમ અહીં તો બે જ પ્રકારના સ્નાન આપણે વિચારવા છે. જે નિક્ષેપોનો વિચાર કરવામાં આવે તો તો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકાના સ્નાન વિચારણીય બને પરંતુ આમાં નામ સ્નાન અને સ્થાપના સ્નાનની વિચારણાનો કોઈ અર્થ નથી. જેમ જિનના ચાર નિક્ષેપનો વિચાર રતા નામ જિન અને સ્થાપના જિનનો પણ વિચાર આવે છે. પરંતુ એ વિચાર કરતાં તો ચિત્તને અપૂર્વ આનંદ આવે
જ્યારે નામ-સ્નાન અને સ્થાપના જ્ઞાનમાં તેવું કાંઈ નથી માટે તેનો વિચાર નિમ્પ્રયોજન બની જાય છે.
અને જો નિક્ષેપદૃષ્ટિથી બોધ મેળવવા માટે નામ સ્નાન અને સ્થાપના સ્નાનનો વિમર્શ પણ જરૂરી છે એમ કહીને કોઈ પ્રશ્ન કરે કે શા માટે અહીં ગ્રંથકારે માત્ર બે પ્રકારના દ્રવ્ય અને ભાવ સ્નાન કહ્યા?
આનો ઉત્તર એ છે કે જેનેતર ગ્રંથોમાં અનેક પ્રકારના સ્નાન કહ્યા છે. (૧) ભસ્મથી થતું આગ્નેય સ્નાન. (૨) અવગાહ્ય-વારુણ સ્નાન. (૩) જલાંજલિયુક્ત મંત્રોચ્ચારાત્મક બ્રામ્ય સ્નાન. (૪) વાયુનું દિવ્ય સ્નાનઃ વાયવ્ય સ્નાન. (૫) માટીથી થતું પાર્થિવ સ્નાન. (૬) મનઃશુદ્ધિજનક માનસિક સ્નાન.
આવા જે અનેક પ્રકારના સ્નાન કહ્યા છે તે બરાબર નથી, કેમકે આ પ્રકારામાં જેટલાં સ્નાન દેહના બાહ્યમળને દૂર કરતાં હોય તે બધાંયનો દ્રવ્ય સ્નાનમાં જ સમાવેશ