________________
વીર ! મધુરી વાણી તારી
૧૦૭
શરીરના અનેક દેશ પૈકી એક દેશ છે.
આમ જ્યારે લિંગ, ગુદા વગેરેના જ શોચને સ્નાન કહી શકાય નહિ ત્યારે તેમણે એવી પણ જે વાત કરી છે કે, “ગૃહસ્થોના આ અંશોના શૌચ કરતાં બ્રહ્મચારીએ બમણું, વાનપ્રસ્થ ત્રિગુણ અને થતીઓએ ચતુર્ગુણ સ્નાન કરવું' આ વાત પણ હવે ચર્ચવાની જરૂર જ રહેતી નથી.
આવું દ્રવ્યસ્નાન પણ સામાન્ય રીતે તો થોડો જ સમય કરવાનું હોય છે. થોડીવારના સ્નાનથી જ મળ નાશ થઈ શકે છે. હા, ક્યારેક રોગગ્રસ્ત દેહ માટે વધુ સમયના સ્નાનની પમ જરૂર સંભવી શકે છે.
થોડા સમયમાં જે દેહમળ નીકળી ગયો તે નીકળી ગયો. આમ તો શરીરમાં અને દેહની ચામડી ઉપર પણ ઘણો મળ ભરેલો છે પરંતુ તે બધો મળ ઘણા સમય સુધી સ્નાન કર્યા કરવાથી કાંઈ નીકળવા લાગતો નથી.
એટલે જ “સ્નાન’ શબ્દનું લક્ષણ કરનારાઓ કહે છે કે સ્નાન એ સામાન્ય રીતે થોડા જ સમયની ક્રિયા હોઈ શકે.
કેટલાક વળી અહીં એમ કહે છે કે સ્નાન એવું જોઈએ કે જેમાં પાણી સિવાયના બીજા જીવોની પ્રાયઃ હિંસા ન થવી જોઈએ.
પ્રધાન : દ્રવ્ય સ્નાન :
હવે પહેલાં તે દ્રવ્ય-સ્નાનનું સ્વરૂપ જોઈએ કે જે ભાવસ્નાનનું કારણ બની શકવાથી પ્રધાન દ્રવ્ય સ્નાન કહેવાય છે.
પૂર્વોક્ત મહાદેવ અન એ મહાદેવના અતિથિઓનાં પૂજન, સત્કાર વગેરે શુભ હેતુથી ગૃહસ્થ પૂર્વોક્ત સ્વરૂપનુ દ્રવ્ય સ્નાન કરે તો તે પ્રધાન દ્રવ્ય સ્નાન કહેવાય.
અહીં “અતિથિ' શબ્દથી સતત નવકલ્પી વિહાર કરતાં યતિઓ સમજવા. અથવા તો જેમને તે તે તિતિના પર્વોત્સવો વગેરે નથી, જેઓ સદા સન્માર્ગમાં નિરત હોવાથી સદા ઉત્સવનું જીવન જીવે છે તે અતિથિ સમજવા. તિથિ વગેરેના ઉત્સવોને જીવનમાં મહત્ત્વ આપનાર અભ્યાગત કહેવાય; અતિથિ નહિ.
આવા મહાદેવના તથા અતિથિના પૂજન-સત્કાર વખતે કરવામાં આવતું ગૃહસ્થનું દ્રવ્ય સ્નાન પણ ‘વિધિ પૂર્વકનું હોવું જોઈએ.
શાસ્ત્રમાં સ્નાનવિધિ બતાડતાં કહ્યું છે કે જે જગો સ્નાન કરવું હોય તે જગાને ગૃહસ્થ સારી રીતે જોઈ લેવી જોઈએ. ક્યાંય કીડી વગેરે જીવોના નગરાં ન હોય.