SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી સ્વાધ્યાય આદિ પણ નિષ્ફળ જાય. કદાચ એવા જ્ઞાની, ધ્યાની અને કર્મયોગીઓ જ વધુ ભયંક૨ પતનને પામી જાય. એમના એ જ્ઞાનાદિના ચમકારાઓ જ આવા પતનમાં કારણ બની જાય. ૧૮૦ માટે જ વાસનાને સીધી શાંત કરી દેનાર તત્ત્વનું તો આલંબન લેવું જ રહ્યું. વાસના શમે છે સાત ધાતુઓના શમનથી. સાત ધાતુઓ શાંત થાય છે, નિર્બળ બનવાથી, સાત ધાતુઓનું બળ તપાવીને ઠારી નાંખે છે એક પાત્ર તપ. તપ કરો એ ધાતુઓના ઉન્માદને તોડો... પછી ચિત્તમાં વિકારો પ્રવેશી શકે જ નહિ. વિકારોનો નાશ કરવા માટે આ એક જ ઉપાય કારગત નીવડી શકે. આથી જ જિનશાને “દેહદુઃખં મહાલું'નું સૂત્ર મુમુક્ષુઓને આપ્યું છે. ભલે દેહ શોષાય પણ જો આત્મ નિર્વિકાર દશા પામતો હોય તો એ શોષણ જરા ય ચિંતાજનક નથી. જો દેહના પોષણના વિચારમાં જશો તો આત્માનુ શોષણ ગમે તે પળે સંભવિત બની જવાનું છે. એક વાર પણ આત્માને ધક્કો લાગી જાય, એ પછડાઈ જાય. પછી પોક મૂકીને રોયા વિના કોઈ ઉપાય નથી. શું બચાવવું છે? આત્મા કે દેહ! કોના ભોગે કોની રક્ષા કરવી છે! બેમાંથી એકનો ભોગ તો સાધના માર્ગે જ છે. બે ય ને કદી સાચવી શકાય તેમ નથી. બે ય ને સાચવવા જનારો દેહને જ સાચવે છે. આત્માનો વિનાશ કરે છે. ‘શરીરને ધર્મનું સાધન કહ્યું છે.’ એ વાત જ્યાં ને ત્યાં સમજ્યા વના આગળ ન કરશો. બેશક ધર્મનું સાધન શરીર છે જેમ રસોઈનું સાધન કોલસા ચે. કોલસા સળગાવીને જ રસોઈ કરી શકાય છે, કોલસા સાચવી રાખનાર બાઈ કદી રસોઈ કરી શકે નહિ. દેહ પણ શોષણ દ્વારા જ ધર્મસાધન બની શકે, સાચવવા દ્વારા કદાપિ નહિ. ભોગીઓની દુનિયામાં દેહના પોષણ મૂલ્યવાન ગણાયા છે. માટે જ એ સાબિત થઈ જાય છે કે ભોગવિરોધી ત્યાગની દુનિયામાં પોષણવિરુદ્ધ શોષમાં જ મૂલ્ય છે. અહીં એક પ્રશ્ન થઈ શકે કે, “શું દેહને સાવ શોષવી જ નાંખવાનું જિનાગમોમાં વિધાન છે?’' આનો ઉત્તર એ છે કે ના તેમ નથી. પરંતુ દેહના શોષણનું જ લક્ષ્ય રાખવાતી
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy