________________
વીર ! મધુરી વાણી તારી
સાધક એના પોષણની વધુ પડતી-ઘાતકી ચિંતાથી મુક્ત બની જાય છે. જ્યારે દેહના રસકસ વધુ પડતા ખૂટી જાય છે : આત્મસાધનામાં પણ બાધા પડે ત્યારે ઘાને મલમ લગાવવાની ક્રિયાની જેમ જ ગીતાર્થની નિશ્રામાં દૂધ વગેરે જરૂરી સ્નિગ્ધ પદાર્થુ સેવનકરવામાં આવે છે. આવા પ્રણીત પદાર્થોના સેવન વખતે પણ ભાવીમાં જોરદાર દેહ શોષણ કરવાના ભવ્ય મનોસ્થોની હારમાળા ચિત્તમાં કંડારાતી રહે છે અને તેથી જ પ્રણીત ભોજનસેવી મુમુક્ષુ એ વખતે પણ મહાત્યાગી અને મહાતપા જ કહેવાય છે.
૧૮૧
આમ લક્ષ્યમાં ‘પૂર્ણશોષણ' હોય તો જ અવસરોચિત ‘પોષણ’માં પતનોન્મુખ ભાવ જાગી ન શકે.
આ હેતુથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે હકીકતમાં તો કાયાનું જેમ ખૂબ લાલનપાલન હોય છે તેમ અતિશોષણ પણ હોય છે. સ્વાધ્યાય, ગુરુસેવાદિ સારી રીતે થઈ શકે, આર્તધ્યાનાદિ ન થઈ જાય તે માટે દેહને સાચવી પણ લેવો.
આ વિચાર મુમુક્ષુના જીવનમાં ત્યારે જ જીવંત બને જ્યારે લક્ષમાં ‘દેહદુ: ખં મહાફળ'નું સૂત્ર જ દેખાયા કરતું હોય.
ધાતુઓને સૂકવ્યા વિના અશુભકર્મો સુકાઈને ખરી પડતાં નથી. એટલે તપ તેને કહેવાય જે ધાતુને સૂકવે. છેવટે... બીજા કી યોગથી પણ કર્મ સુકાતાં હોય તો તે વ્યક્તિવિશેષ માટે તે પોતાને પણ અવશ્ય તપ કહેવાય.
જ્ઞાનઃ આઠમું પુષ્પ :
સમ્યક્ચારિત્ર્યના વિશુદ્ધ જીવનની સન્મુખ બનાવી દે તે જ્ઞાનને જ જ્ઞાન કહેવાય. આવું જ્ઞાન જ શુદ્ધ અષ્ટપુષ્પી પૂજનનું આઠમું પુષ્પ બની શકે.
ષોડશક પ્રકરણમાં આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ ત્રણ પ્રકારના જ્ઞાન કહ્યા છે. (૧) શ્રુતજ્ઞાન (૨) ચિંતાજ્ઞાન (૩) ભાવનાજ્ઞાન.
શ્રુતજ્ઞાન એટલે જિનાગમ સ્વરૂપ શ્રુતનું જ્ઞાન. એ છે પાણી જેવું.
પીએ એની તરસ છીપી જાય. પણ ફરી ફરી તરસ લાગે ખરી. અને ભૂખ તો એનાથી જરા ય ન મટે.
ચિંતાજ્ઞાન છે જિનાગમના પદાર્થોના ચિંતન-મનન સ્વરૂપ ; એને કહ્યું છે દૂધ
જેવું.
પીએ એની તૃષા છીપે... ભૂખ પણ શમે. પરંતુ ફરી ફરી ભૂખ-તરસ લાગ્યા