________________
વીર ! મધુરી વાણી તારી
કુંડના છાંટણા જ્યાં ક્યાંય પણ ઊડ્યા હોય ત્યાંથી પણ તે સત્યને તે સ્વીકારે છે. તે તે દૃષ્ટિબિંદુથી તે તે દર્શનોની વાતોને પણ પોતાની જ કરીને બિરદાવે છે.
ભગવાન હરિભદ્રસૂરિજી એટલે જૈન તત્ત્વજ્ઞાનના દરિયાને પીને પચાવી ગયેલા એક મહાન તત્ત્વદ્દષ્ટાંત.
એમની આ વિશિષ્ટ પ્રતિભાનું દર્શન આ અષ્ટકના પ્રથમ શ્લોકના પ્રથમ શબ્દથી જ તેઓ આપણને કરાવી જાય છે. અહીં તેઓ એમ કહી દેવાની જરાય ઉતાવળ નથી કરતાં કે રાગ-દ્વેષ-મોહ વિનાના અમારા તીર્થંકરો જ મહાદેવ છે... ના... જરા ય નહિ. એઓ તો કહે છે કે કોઈ પણ આત્મા હોય. જેનામાં રાગ, દ્વેષ અને મોહ નથી એ મહાદેવ છે. કેવી નિષ્પક્ષ દૃષ્ટિ! છતાં સત્યના પક્ષ તરફનો તેમનો કેવો દૃઢ ઝુકાવ! એક જગાએ એમણે જ કહ્યું છે કે મને ભગવાન વીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલ બુદ્ધ વગેરે પ્રત્યે દ્વેષ પણ નથી. મારે તો જેનું વચન યુક્તિસંગત હોય તે માન્ય જ છે.
મહાત્મા આ રીતનો વ્યક્તિ પ્રત્યેનો પોતાનો સીધો ઝુકાવ પ્રગટ કરતા ન હોય અને એક એવો ઢોંચો તૈયાર કરતા હોય કે જેમાં જે કોઈ બેસી જાય તે માન્ય થઈ જાય પછી તે ગમે તે હોય.... તે મહાત્મા પ્રત્યે - તેમની વાતો પ્રતયે - સર્વ ધર્મીઓને આદર ભાવ પ્રગટ થાય એ તદ્દન સહજ બાબત છે.
વળી અહીં તો મહાદેવ (પરમાત્મા) કોણ એ વાતનો નિર્ણય કરવાનો છે. જગતમાં અનેક દર્શનો પોતાના માનેલા દર્શનના પ્રણેતાને મહાદેવ કહે છે તે વખતે તદ્દન ન્યાયી દૃષ્ટિથી મહાદેવત્વની એવી શરતો મૂકવી જોઈએ જે સહુના ગળે ઊતરી જાય, સહુને એમ લાગી જ જાય કે આવી શરતો વિનાના આત્માને કે કોઈ દેવને મહાદેવ તો ન જ કહી શકાય. આ ખૂબ જ અસાધારણ કોટિનું સાહસ છે. ભગવાન હરિભદ્રસૂરિજી આવા સાહસ સાથે પ્રસ્તુત અષ્ટકની રચનાના કાર્યમાં ઝંપલાવે છે.
યદ્યપિ તેઓ જનદર્શનના પ્રરુપક તીર્થંકરોના આત્માઓને જ મહાદેવ માને છે તથાપિ તેવા કટ્ટર આગ્રહ સાથે જ તેઓ ચાલતા નથી. મનોયત્નનો જવાબ જો લઈ ને જેમ ઠોઠ નિશાળીઓ જવાબને તાણી લાવવા માટે ગમે તે સરવાળા-બાદબાકી કરે છે તે નીતિને મહાપ્રાજ્ઞ ભગવાન હરિભદ્રસૂરિજી અહીં અપનાવતા નથી. તીર્થંકરોના સ્વરુપનેલક્ષમાં રાખીને તેઓ મહાદેવ તરીકેની લાયકાતની શરતો રજૂ કરતા નથી. તેઓ તો માત્ર બુદ્ધિગ્રાહ્ય યુક્તિઓ જ રજૂ કરે છે તેનો જવાબ ગમે તે