________________
૧૫૮
વીર ! મધુરી વાણી તારી
નાંખવા જોઈએ. જ્યારે સુવર્ણાદિના પુષ્પોમાં તો લાંબા સમયે પણ દુર્ગન્ધ ઉત્પન્ન થતા નથી એટલે એખ વાર ઉતાર્યા પછી ફરી પણ તેમને ચડાવવામાં આવે તો ય નિર્માલ્યના આરોપણનો દોષ સંભવતો નથી.
દિગંબરો કહે છે કે, “પ્રભુ તો વીતરાગ છે એમને જો આ રીતે રાગની સૂચક મોતી વગેરેની માળાઓ ચડાવવામાં આવે તો તેથી તે બિંબમાં વીતરાગતાનું સ્વરૂપ જ ન દેખાય. પછી તો એ કોઈ રાગીની પ્રતિમા હોય તેવું જ દર્શન થાય.”
| દિગંબરોનો આ આક્ષેપ બરોબર નથી. જો મોતીની માળાઓ વગેરેથી પ્રતિમામાં સરાગતા દેખાશે તો શું ગુલાબ વગેરેના પુષ્પોના આરોપણથી સરાગતા નહિ દેખાય શું?
હકીકત તો એ છે કે વીતરાગની પ્રતિમા ઉપર જ રાગના આભૂષણો ખૂબ જ ઉઠાવ આપે. પ્રતિમાનું દર્શન કરનાર એ દૃશ્ય જોતાં ભાવના ભાવી શકે કે આ તે વીતરાગ છે જેમની ચોમેર રાગની સામગ્રી આવી રીતે ખડકાએલી હતી છતાં તેને લાત મારીને સંસારમાંથી ચાલી નીકળ્યાં.
રાગની પ્રતિમાસ્વરૂપ સ્ત્રી વગેરેને રાગના આભૂષણોનું પરિધાન કરવાથી તો કશી જ વિશેષતા નથી.
ની વીતરાગની પ્રતિમા ઉપર રાગના આભૂષણો ચડાવવાથી જો વીતરાગ સ્વરૂપનું દર્શન ન થતું હોય તો એ વીતરાગસ્વરૂપ પરમાત્માની પ્રતિમા જડ છે કે ચેતન? ચેતન્યમય સ્વરૂપની પ્રતિમા જડની હોય તો તેમના ચૈતન્યનું પણ દર્શન શી રીતે થાય! છતાં ચેતનની પ્રતિમા જડ હોવામાં તમને વાંધો નથી અને વીતરાગની પ્રતિમાને રાગના આભૂષણ ચડાવવામાં તમારો વાંધો છે!
વસ્તુતઃ પ્રતિમા એ વીતરાગ નથી, પરંતુ વીતરાગના સ્થાપના નિક્ષેપાએ વીતરાગ છે. એટલે ભાવનિક્ષેપોમાં ઘટતી જ બાબતો સ્થાપનાનિક્ષેપામાં ઘટવી જોઈએ તેવી અપેક્ષા રાખી શકાય નહિ. આ વાત આપણે પૂર્વે જ વિચારી ગયા છીએ.
ભાવનિક્ષેપાને સ્ત્રી સ્પર્શતી નથી છતાં સ્થાપનાનિક્ષેપાને સ્ત્રી સ્પર્શી શકે છે.
પણ તેથી શું એ વીતરાગ સરાગ દેખાઈ જશે? જો ત્યાં સરાગતા નથી દેખાતી તો રત્નાદિના અલંકારોના પરિધાનમાં પણ સરાગતા દેખાવાનો આક્ષેપ વ્યાજબી નથી.
વસ્તુતઃ તો વીતરાગના અંગે જે કાંઈ કરવામાં આવે છે તે બધું એ વીતરાગ