________________
વીર ! મધુરી વાણી તારી
૨૦૯
જાય છે. જિનપૂજકને આવું મમત્વ હોતું જ નથી કેમકે તેને તો મોક્ષપદ અને તેના સાધનો સિવાયની કોઈ પણ વસ્તુનું મમત્વ સારું લાગતું જ નથી. આથી તે પૂજન પણ મોક્ષ માટે જ કરતો હોય છે.
આમ મોક્ષ માટે પૂજન કરવા જતાં રાજ્યાદિભોગો મળી જાય તેથી કાંઈ મોક્ષાર્તીને તેનું મમત્વ ન થઈ જાય?
અનાજ માટે મજૂરી કરતાં ખેડૂતને ઘાસ મળી જાય તેથી તે રાજીનો રેડ ન થઈ જાય હોં! કેમકે મમત્વ અનાજનું નથી. પ્રાસંગિક પ્રાપ્તિ ઘાસની થઈ ગઈ છે. આ રીતે રાજ્યના નિર્મન્ત ભાવ સાથેના પૂજનથી જે રાજ્યાદિભોગો પ્રાપ્ત થાય તેમાં તે આત્મા ઘેલો બની જતો નથી. એટલે જ એ રાજ્યાદિભોગો પણ સર્વ-સંગત્યાગનો અપૂર્વ ધર્મ કરાવીને પરંપરયા મોક્ષપદ આપવામાં જ નિમિત્ત બની જાય છે.
શ્રમણને સાક્ષાત્ મોક્ષ મળે છે. જિનપૂજન કરનારને પરંપરયા મોક્ષ મળે છે એટલે જ આ બેના ફળમાં ભેદ પડે છે. બાકી ફળ-વસ્તુનું લક્ષ્ય અને તેની પ્રાપ્તિ તો બે ય નું એક જ હોય છે.
આરીસાને લાગેલા મેલને કાઢવા માટે રાખનો થોડો વધુ મેલ લગાડવો એ બેશક ઉપાદેય છે. જિનપૂજક ગૃહસ્થની વિશુદ્ધિની આરાધના આવા જ પ્રકારની છે. થોડો નવો મેલ લગાડીને-નવા જૂના ઘણા મેલ ઉકેલી નાંખવાની...
આમ ન કરે તો જૂનાં મેલ કાયમના બની જાય. જ્યારે સંસાર ત્યાગીને નવા મેલ લગાડીને જૂના દૂર કરવાની આવશ્યકતા નથી. એનું તો ભાવાત્મક બળ જ જૂના મળને દૂર કરી દેવા કાબેલ હોય છે.
ભાવનું બળ જ અશુભ જૂના મળને મૂળમાંથી ઉખેડી નાંખે તો નવા મળવિલેપનની પ્રક્રિયા નિરર્થક જ છે ને?
પ્રશ્ન-દીક્ષિત આત્મા પણ જો રાજ્યાદિસંપત્તિનો અર્થી હોય તો તેના માટે તો દ્રવ્યાગ્નિકારિકા ઉચિત ગણાય ને?
ઉ.-દીક્ષિત! સંસારત્યાગી! અને તે સંસારના ભોગોનો અર્થી! અસંભવ.
એવા આત્માને વસ્તુતઃ દીક્ષિત જ ન કહેવાય. ત્યાગીનો વેષ પહેરવા માત્રથી દીક્ષિત બની જવાતું નથી.
જેણે સંસારના સુખોને હેય માનીને ત્યાગ્યા છે અને એ સુખોનું અર્થિત્વ કદી સંભવી ન શકે.
치