________________
વીર ! મધુરી વાણી તારી
નજીકમાં રહેલા કે દૂર રહેલા બધા જીવોની-ટાઢ ઉડાડવાનો સ્વભાવ ધરાવે છે? ના. જરા યય નહિ. ટાઢ ઉડાડવાનો એનો સ્વભાવ જરૂર; પરંતુ એની આવશ્યક ગણાય તેટલી નજદિકમાં આવનારાની જ ટાઢ ઉડાડવાનો તેનો સ્વભાવ છે. એ જ
૮૩
રીતે સૂર્યનો પ્રકાશ આપવાનો સ્વભાવ જરૂર; પરંતુ જેને આંખો હોય અને ત
આંખો પણ જેણે મીંચી રાખી ન હોય તેને જ પ્રકાશ આપવાનો તેનો સ્વભાવ છે. અંધાને, આંખમીંચ્યાને કે ઘુવડને પણ પ્રકાશ આપવાનો તેણે ઈજારો રાખ્યો નથી હોં!
સુખનું પ્રતિબિંબ દેખાડી આપવાનો સ્વભાવ આરીસાનો જરૂર છે. પરંતુ દરેકના મોંનું તો નહિ જ, અ’તો જે એની સામે આવે એનાં જ મુખનું એ પ્રતિબિંબ ઝીલે. બધાનું તો નહિ જ.
સૂસવાટા સાથે વાતા પવનનો સર્વત્ર પ્રસરવાનો સ્વભાવ છે પરંતુ જે મકાનના બારીબારણાં જ બંધ છે તે મકાનમાં ય પેસી જવાનો તેનો સ્વભાવ નથી જ.
આ જ રીતે વીતરાગ-પરમાત્માનો સ્વભાવ સર્વ જીવોને સુખી કરી દેવાનો છે પણ છતાં તે સ્વભાવમાં જ તે વાત પણ ગર્ભિત જ છે કે જે જીવો તેમની સન્મુખ બને, તેમની આજ્ઞાનું પાલન કરે તે જ બધા જીવોને તેઓ સુખી કરી દે. હા, જો સર્વજોવોમાં યોગ્યતા હોય અને સર્વ જીવો એમની આજ્ઞાના પાલન દ્વારા એમની સન્મુખ બને તો એમની એવી બેહદ સ્વાભાવિક તાકાત એ સર્વને સુખી કરી જ દે એમાં કોઈ જ શંકા નહિ.
પરંતુ અભવ્યાદિ અયોગ્ય-એમની સન્મુખ ન બનનારા દુર્ભવ્યો-વગેરેને પણ એ સુખી જ કરે એવો તેમનો સ્વભાવ છે. એવી ઘેલી વાત-ભક્તિના ઘેલા અતિરેકથી પણ કદી ન થઈ શકે.
વીતરાગ પરમાત્મા તો એક પ્રકારનો આરીસો છે. જે એની સામે આવીને ઊભો રહે એનું મુખ એ બતાડી જ દે અને એનું જ મુખ એ બતાડી શકે. એ મુખ (આત્મા) ઉપર ડાઘ ક્યાં છે તે પણ એ બતાડી દે. પછી ડાઘ કાઢવાનું કાર્ય તો એ વ્યક્તિએ પોતે જ કરવાનું છે.
આ સુનિશ્ચિત હકીકત છે. જો આમ ન માનવામાં આવે તો અભવ્ય જીવોને એ પરમાત્માઓ કેમ કાંઈ જ કરી શકતા નથી ? એ જીવોની જ ઉખરભૂમિસ્વરૂપ અપાત્રતા કે પ્રકાશને પામવા માટેની અન્ધત્વસ્વરૂપ અપાત્રતાને ત્યાં કહેવી જ પડશે.