________________ વીર ! મધુરી વાણી તારી 133 દૂર હટો... દૂર હટો... પણ ક્યારેક એવું ય બને છે કે કોઈક માણસ ગફલતમાં રહી જતાં, આવા બંબાની અડફેટમાં આવી જઈને જીવન પૂર્ણ કરી દે છે! પણ તો ય બંબાવાળા ત્યાં શોભતા નથી. એમની તો એક જ નજર છે, જલદી પહોંચવું અને આગ બુઝાવવી! અનેક મરાતાઓને બચાવી લેવા! એક માત્ર ધૂનમાં એ બંબાવાળા દોડયા જ જાય છે. સ્વકર્તવ્ય પૂર્ણ કરે છે. નગરપાલિકાના પ્રમુખ સ્વકર્તવ્યપરાયણ એ બંબાવાળાને જાહેરમાં સન્માન છે! પેલા અકસ્માતથી મરી ગયેલા માનવની ત્યાં કોઈ નોંધ પણ લેતું નથી. બંબાવાળાને એની સજા પણ થતી નથી. ચાર કલાકની આસન કેદ પણ નહિ હોં! શાથી? એટલા જ માટે કે સ્વકર્તવ્યની ભાવનામાં રમમાણ એ બંબા-ડ્રાઈવરનો કોઈને ય મારવાનો આશય જ ન હતો! સાથે સાથે ભયઘંટા જોરમાં બજાવતો હતો. છતાં પછી કોઈ મરી જાય તો તેનો જરા ય અપરાધ નહિ. - જિનપૂજામાં ય પૂજક આવું જ નથી કરતાં શું? સર્વજીવોને સ્વનિમિત્તક હત્યાઓથી મુક્ત કરી દેવા માટે ભવ્યભાવના ઉછાળવી છે. એવો ઉછાળો લાવવા માટે જ પુષ્પપૂજાદિના ઠાઠ કરવા છે. છતાં અડફેટમાં જે આવી જાય તેમને મારવાનો કોઈ આશય નથી જ, માટેસ્તો શક્ય તેટલી વધુ જયણાની (ઓછું પાણી વાપરવું, પાકી ગયેલા પુષ્પો લેવા વગેરે) ભયઘંટા બજાવતો રહે છે. છત કાંઈક બનતું રહે તો તેની જરા ય જવાબદારી તેની નથી. લોકવ્યવહારથી સમજાઈ જાય તેવી આ વાત છે, છતાં કોઈને ન જ માનવી હોય તો મનાવવાનો આગ્રહ શી રીતે રાખવો? એમનાં ય કલ્યાણની ભાવના રાખવા સિવાય બીજું કાંઈ જ કરવું નથી, કશું સમજાવવું નથી. અમદાવાદની કોઈ મિલનમાં સ્પીનીંગ યાર્ન-માસ્ટરને જોયો છે? કેવું કામ કરે છે? ખાઈ-પરવારીને ઘરેથી નીકળેલો તે માણસ ખાધેલું બધું ય પચાવી નાંખતો હશે ને? કેવી કસરત થઈ જાય છે? છતાં મીલને કસરત કરવાનો અખાડો કહેવતો નથી હોં! અને કામ કરતાં કામદારોને કસરતબાજ પણ કહેવાતા નથી હોં! કકરત કરવા છતાં કસરતી નહિ; માત્ર કામદાર!