________________
વીર ! મધુરી વાણી તારી
૨૦૧
તે આડારસ્તે ફંટાવારૂપ હલકો' ગણાતો હોય –તેનું મહત્ત્વ નથી. માર્ગ જ મુખ્ય વસ્તુ છે. કાદવે ખરડાઈને સ્નાન કરવું છે? - પ્રદીક્ષિત આત્મા અગ્નિકારિકા કરે અને તેથી જે મિશ્રપુણ્ય બંધાય તેના પરિણામે તેને રાજ્યસમૃદ્ધિ પ્રાપ્ત થાય. અને તે રાજ્યસમૃદ્ધિ અનેક પાપો કરાવે એમ કહીને તમે જણાવ્યું કે આ રીતે પાપ કરાવવામાં નિમિત્ત બનતી અગ્નિકારિકા દીક્ષિતથી થાય નહિ.
પરંતુ અમારું કહેવું એમ છે કે જેમાં રાજ્યની સંપત્તિ પાપો કરાવે તેમ જો તે સંપત્તિનો દાનાદિધર્મો દ્વારા સદુપયોગ પણ કરી લેવામાં આવે તો બંધાયેલા પાપોની શુદ્ધિ પણ ત્યાં ને ત્યાં જ તે જ ભાવમાં થઈ જાય ને?
ઉત્તર : અગ્નિકારિકાના ધર્મની દવા લેવા જતાં ઉત્પન્ન થયેલા પાપના રોગના “રીએકશન’ને ટાળવા હવે દાનાદિની બીજી દવા લેવાની તમે વાત કરો છો કેમ વારું?
દવાથી પણ રોગ (Drug disease) ઉત્પન્ન થાય. અને રોગને ઉત્પન્ન કરતી વસ્તુને દવા કહેવાય?
ખેર....
વાત એમ છે કે અગ્નિકારિકાની અંદર થતી જીવહિંસા તરફનો નિષ્કમ્પનિરપેક્ષભાવ જ એ ધર્મથી પ્રાપ્ત થતી પુણ્યની રાજ્યસંપત્તિને પાપમાર્ગે ઢસડી જવા પ્રેરે છે.
ધર્મોમાં થતાં પાપ પ્રત્યે જો તીવ્ર નફરત હોય અને એવા નફરતના ભાવ સાતે જો તે પાપ થતું હોય તો તેવા નબળા-દૂબળા પાપની એવી કોઈ તાકાત જ નથી રહેતી કે જે ધર્મે આપેલા રાજ્યાદિભેદો દ્વારા-પાપો કરાવે!
સમ્યદૃષ્ટિ આત્માઓને સંસારના પણ જે પાપ કરવા પડે છે તે પાપો પણ સકમ્પવૃત્તિ સાતેના હોવાથી નિરનુબંધ બની જાય છે. એટલું જ નહિ પરંતુ કાંતાદૃષ્ટિને પામેલા સમ્યગ્દષ્ટિ આત્માઓનું આક્ષેપકજ્ઞાન તો એટલું બધું બળવાન હોય છે કે તેઓ સંસારના વિષયસુખોના ભોગવટાના પાપ કરીને ય પાપકર્મોની ધૂમ નિર્જરા કરે છે. હવે જ્યારે આ રીતે સંસારના ભોગવટાના પાપો પણ કર્મક્ષયનું કારણ બની જાય ત્યારે જિનપૂજનાદિ ધર્મ કરતાં થઈ જતી જીવહિંસાના પાપો તો એમને જાણે અડી પણ શકતા નથી. એટલે ધર્મ કરતાં થઈ જતાં પાપોની એ તાકાત