________________
૯૮
વીર ! મધુરી વાણી તારી
ક્રોધી પિતાનું ક્ષમાશીલ બાળક જોવા મળે છે તેનું શું?
વી વિષમતાને કારણે બાળ જન્મસ્વરૂપ કાર્યનું જનક કાર્ય માતાપિતા ન હોઈ શકે. પરંતુ એનું જન્માન્તર જ જનક કાર્ય માનવું પડે.
આ અનુમાનને લીધે પૂર્વજન્મ અને પુનર્જન્મના અસ્તિત્વની પણ સાબિતિ મળી જાય છે. અસ્તુ.
જન્માદિરૂપ સંસાર રોગનો સવ૪નાશ વીતરાગમહાદેવના આજ્ઞાનુસારી જીવનથી અવશ્ય થઈ જાય છે એ નિઃશંક હકીકત છે. પ્રથમ અષ્ટકનો ઉપસંહાર
આ અષ્ટકની સુવિસ્તૃત વિવેચના હવે પૂર્ણ થાય છે. આપણે આ અષ્ટકના શ્લોકોનો સર્વગ્રાહી સાર આટલો જ ખ્યાલમાં રાખવાનો કે મહાદેવ તે જ દેવ હોઈ શકે જેઓ વીતરાગ હોય. સર્વજ્ઞ હોય અને વિશુદ્ધ મોક્ષશાસ્ત્રના શુદ્ધ નિરુપક હોય.
રાગવાળા હોય કે રોષવાળા હોય, ભક્ત ઉપર પ્રસન્ન થતા હોય અને અભક્તો ઉપર નારાજ થઈ જતાં હોય તેને મહાદેવ કહી શકાય નહિ. એવો પક્ષપાત તો સામાન્યજન સુલભ છે. આ તો અસામાન્ય કોટિના મહાદેવ છે. એમનામાં એવો પક્ષપાત કેમ હોઈ શકે ? વંદના - પાપ નિકંદના:
જેમ જેમ આત્મા કર્મથી મુક્ત થતો જાય તેમ તેમ તેનું વિશુદ્ધ સ્વરૂપ પ્રગટ થતું જાય. આ વિશુદ્ધિ પોતે જ સહજ રીતે અનેક યોગ્ય જીવો ઉપર ઉપકાર કરતી જ રહે છે. જ્યારે આત્મા સર્વકર્મમુક્ત બનીને સંપૂર્ણ વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે તે સર્વોત્કૃષ્ટ ઉપકાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. શરત છે માત્ર તેમની સન્મુખ થવાની.
એ આત્માઓના ભયંકર કર્મોને અને દુષ્યતિહત રાગાદિ સંસ્કારોને બળી નાંખવાના સર્વોત્કૃષ્ટ પુરુષાર્થને જેઓ ભાવભરી વંદના કરે છે એ મુમુક્ષુઓ અવશ્ય પોતાની વિશુદ્ધિ પ્રાપ્ત કરતા જાય છે.
પરમશુદ્ધતત્ત્વને ભાવભરી વંદના જ પાપનિકંદના બને છે. એથી જ આપણા પાપમય સંસ્કારોનો નાશ થવા લાગે છે અને આત્મવિશુદ્ધિ પ્રગટ થતી જાય છે. તમને બીજું કાંઈ જ નહિ આવડતું હશે તો ય ચાલશે, ત્યાગ-તપ-જપ-ધ્યાન-કશું