________________
વીર ! મધુરી વાણી તારી
૯૭
કાંટો લાગ્યો!'
નિશ્ચયવ્યવહારનો જાણકાર પણ સુખમાં પરમાત્માની નિમિત્તતાને અને દુ:ખમાં પોતાની પ્રમાદાદિ અવસ્થાને જ આગળ કરે છે. વસ્તુસ્થિતિ જ તેવી હોય ત્યાં બીજું કશું બોલાય પણ નહિ જ ને? છતાં અવળું બોલે તે બેવકૂફમાં જ ગણાય.
એક હોંશિયાર વૈદ્યની સલાહ મજુબ દરદી દવા લે અને સાથે પથ્થસેવન, કુપથ્થત્યાગાદિ વિધિ પાળે તો તે દરદીના વ્યાધિનો અવશ્ય વિનાશ થાય. અને જો સુનિપુણ વેદ્યની દવા લેવા છતાં રોગમાં વૃદ્ધિ થાય કે રોગવિનાશ ન થાય તો લોકો પણ એમ જ કહે કે, “કશીક અવિધિ કરતો હશે.'
આવું જ મહાદેવની આરાધનાના ઔષધનું છે. યથાવિધિ સેવન કરનારના સાધ્ય કે દુ:સાધ્ય સંસાર રોગનો તે અવશ્ય નાશ કરે. જો રોગનાશ ન થાય તો ત્યાં દર્દીના વિધિ-સેવનની જ ખામી માનવી રહી; નહીં કે વીતરાગ-મહાદેવ સ્વરૂપ મહાવૈદ્યની.
જન્મ-જીવન અને મરણની ઘટમાળનું જ નામ સંસાર. એ જ આત્માનને લાગેલો કર્મજનિત મહારોગ.
જે જન્મ પામે તેને મૃત્યુ અવશ્ય પામવાનું. જે જન્મ પામ્યો તે ક્યાંય અવશ્ય મૃત્યુ પામીને આવેલો. જન્મે તે બધા મૃત્યુ પામે જ. પરંતુ મૃત્યુ પામે તે બધા જ જન્મે તેવો નિયમ નહિ.. જન્મ-વિધિના ઉત્પાદક કર્મનો સમૂલ નાશ કરનાર મૃત્યુ પામીને ક્યાંય જન્મ પામતા નથી. એ અજન્મા બને છે.
જન્મ એ કાર્ય છે. જગતમાં જે કોઈ કાર્ય છે તે બધા કોઈને કોઈ કાર્યમાંથી ઉત્પન્ન થયા છે. માટે જન્મરૂપી કાર્ય પણ કોઈ કાર્યથી જ ઉત્પન્ન થાય છે એમ માનવું જ રહ્યું. આ અનુમાનથી જન્મની ઉત્પત્તિ જન્મોત્તરનાં જન્મના કાર્યથી જ માનવી પડે. - ના. પિતારૂપ કે માતારૂપ કાર્યમાંથી બાળકના જન્મરૂપ કાર્યની ઉત્પત્તિ માની શકાય જ નહિ. કેમકે જેવું કાર્ય હોય તેને અનુરૂપ જ જન્મ-કાર્ય હોવું જોઈએ.
ઘટ કાર્યને કાંઈ પુસ્તકરૂપ કાર્ય ઉત્પન્ન ન કરી શકે.
વળી જ બાળજન્મનું જનકકાર્ય માતાપિતાને માનવામાં આવે તો તો જેવા માતાપિતા-કાર્યમાં સંસ્કાર તેવા જ બાળક-કાર્યના સંસ્કાર બનવા જોઈએ. પછી અંધ માબાપથી આંખોવાળું બાળક શી રીતે જન્મશે ?