SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી માટેસ્તો મહોપાધ્યાયજીએ પોતાની પ્રવચન ભક્તિનું સ્વરૂપ દેખાડતાં અધ્યાત્મસારના અનુભવીાધિકારમાં કહ્યું છે કે લોકોત્તર વિધિમાર્ગનું કથન કરવું, વિધિમાર્ગના કટ્ટર રાગી બની રહેવું, વિધિમાર્ગની આરાધના કરવાની ભૂખવાળા જીવોને વિધિમાર્ગ દેખાડવો અને એમના જીવનની અંદર જાણતાં-અજાણતાં પેઠેલી અવિધિઓનો નિષેધ કરવો... આ જ અમારી પ્રવચનભક્તિ છે. ૯૬ સર્વત્ર વિધિ જોઈશે. છેવટે સર્વત્ર વિધિ બહુમાન જોઈશે. આ રીતે જિનાજ્ઞાનો અભ્યાસ શક્તિ ગોપવ્યા વિના અને વિધિપૂર્વક જો થાય તો દુઃષમાકાળમાં પણ અવશ્ય ફળ આપે. તમે યથાશક્તિ, યથાવિધિ આજ્ઞાભ્યાસને જીવનમાં વણી લો પછી અપવર્ગના ફળ મળશે જ મળશે. જ્યાં સુધી એ ફળ પ્રાપ્તિમાં વિલંબ થશે ત્યાં સુધી પ્રગટ થનારો સુખમય સંસાર અનાસક્તિના સુંદર ધર્મથી છંટાએલો રહીને પાપમય નહિ જ બને... નહિ જ બને. અને જો તમે આજ્ઞાભ્યાસને જીવનમાં નહિ વણો, કદાચ આજ્ઞાભ્યાસ જીવનમાં ઉતારશો તો ય યથાશક્તિ અને યથાવિધિ નહિ ઉતારો તો એ આજ્ઞાભ્યાસ સ્વર્ગઅપવર્ગના ફળ નહિ જ આપે... આપશે માત્ર દુઃખ દુર્ગતિના દાવાનળોની આગ! વીતરાગ-મહાદેવનો ઉપકાર - નિશ્ચય અને વ્યવહારની નજરે : આમ અસલમાં તો તમે જ તમારી જાતને સુખી કે દુ:ખી બનાવો છો. પરમાત્મા તમને સુખી પણ નથી કરી દેતા... દુઃખી પણ નથી કરતાં.. એમના નિમિત્તે જરૂર તમે સુખી થાઓ છો માટે સુખ દેનારા તે જ કહેવાય, સુખ પામવાનો ધીકતો પુરુષાર્થ તમે જ કરાવ્યો હોવા છતાં. શેઠના દસ હજાર રૂપિયા લઈને કાળી મજૂરી કરીને લક્ષાધિપતિ બનતો નોકર, શેઠનો જ ઉપકાર માને. જાતના પુરુષાર્થને યાદ કરીને શેઠને કદી ન અવગણે. વ્યવહારનયમાં નિષ્ણાત બનેલાને આ વાત સમજાવવી પડે તેવી નથી. નિશ્ચયના એકાંત રાગીને આ વાત સમજાવવાની જરૂર જ લાગતી નથી. સૂર્યના પ્રકાશમાં ચાલ્યા જતાં દેખતાં સાવધાન માણસને એક પણ કાંટો ન લાગે ત્યારે તમાં પોતાની સાવધાનીનો નહિ પરંતુ સૂર્યના પ્રકાશનો જ મહિમા ગાય છે અને જો કદાચ કાંટો વાગી જાય તો તે કદી કહેતો નથી કે, “સૂર્યના પ્રકાશને કારણે મને કાંટો વાગ્યો.'' એ તો કહે છે કે મારી બેદરકારીને લીધે જ મને
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy