________________
| |_
૧૮૮
વીર ! મધુરી વાણી તારી
શુક્લધ્યાનનો એ અગ્નિ સર્વઘાતી કર્મોને બાળી ભસ્મ કરી નાંખે. મુક્તિપદ હાથમાં આવીને પડે.
યતિઓએ તો દેવાધિદેવનું શુદ્ધાષ્ટપુષ્મી પૂજન ન કરવું જોઈએ. પેલું દ્રવ્યસ્નાનપૂર્વકનું અશુદ્ધ-અષ્ટપુષ્મી પૂજન યતિઓ માટે તો બિલકુલ ઉચિત ન ગણી શકાય.
જેજ્ઞાની છે એને મુક્તિ સિવાયનું કોઈ પણ પદ પામવાની ઝંખના જ હોતી નથી.
અન્ય પદ પામવાની જેને ઝંખના જન્મે તેને જ્ઞાની યતિ કહી શકાય નહિ. માન-સન્માનના પદોથી જ્ઞાની તો નિરપેક્ષ હોય.
ચક્રીના રાજ્ય પદ પણ જે ઈચ્છતો નથી તેને વળી ચાર છ હજારના ગુરુ બનવાના માન-સન્માન પદની તો પરવા હોય જ શેની?
એવા પદ માટે જરૂરી પુણ્ય માટે તેમનો પ્રયત્ન જ ન હોય. પુણ્યના પણ નાશને લક્ષમાં રમાડતાં યતિને પુણ્યાઈના ચમકારાની અંજામણ શેની?
નિર્વાણપદ એક જ લક્ષ ! નિર્વાણપદનો એક જ પક્ષ!
આવા નિર્વાણેચ્છને તો શુદ્ધાષ્ટપુષ્મી પૂજન સિવાય બીજું કોઈ પૂજન સંભવી શકે નહિ. સદા ચાલતાં પૂજનની આ યાત્રામાં મહાલતા યતિને બીજી કોઈ યાત્રાની કામના ય ન હોય. હા. શુદ્ધ પૂજન માટે એ બધું કરે. તીર્થની યાત્રા ય કરે અને ઔષધિની માત્રા પણ લે. પરંતુ જ્યાં એ પૂજન નથી ત્યાં તો એ કશું જ ન ઈચ્છે.