________________
વીર ! મધુરી વાણી તારી
૧૬૫
મુનિને સમય થોડો હોય તો દરેક ચૈતાયમાં એકેક સ્તુતિનું ચૈત્યવંદન પણ કરી શકાય.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભાવઅરિહંત સમક્ષ થઈ શકતા ચૈત્યવંદનની સ્થાપના-અરિહંત સમક્ષ પણ અનુજ્ઞા છે એટલે તેમાં કોઈ આશાતના સંભવતી નથી.
આથી રાત્રિની આવશ્યકક્રિયામાં સાધ્વીઓ અરિહંત સ્થાપના કરીને તેમની સામે બેશક ચૈત્યવંદન કરી શકે છે.
આમ સાધ્વીઓથી ભાવ-અરિહંત સમક્ષ રાત્રે ન થઈ શકતી ચૈત્યવંદનાદિ ક્રિયા પણ સ્થાપના અરિહંત સમક્ષ થઈ શકે છે એ ઉપરથી સાબિત થાય છે કે ભાવનિકેપ અને સ્થાપનાનિક્ષેપની ક્રિયા તુલ્ય જ હોય એવો નિયમ નથી.
એટલે હવે નક્કી થાય છે કે જિન પ્રતિમાને કેવલ્ય અવસ્થામાં સદા માટે કલ્પવામાં આવે અને છતાં તેમને જન્મકલ્યાણકાદિ નિમિત્તક સ્નાનાદિ કરાવવામાં આવે તો કશો વાંધો નહિ.
હવે એવો આક્ષેપ થઈ શકે નહિ કે વીતરાગ-ચારિત્રાવસ્થામાં જો સ્નાનાદિ કરાય તો સરાગ-ચારિત્રી યતિઓને પણ સ્નાનાદિનું વિધાન કરવું પડશે; તેમ ન કરવું હોય તો પ્રતિમાની ગૃહસ્થાવસ્થા કલ્પીને તે પ્રતિમાને સ્નાનાદિ કરવાનું કહો...” ઈત્યાદિ.
સઘળી વાતનો સાર એ છે કે કર્માવરણોના આઠ અપાયથી મુક્ત થનારા પરમાત્માના સ્થાપનાનિક્ષેપને પુષ્પપૂજાદિ કરવાનું વિધાન છે માટે પરમાત્માનો તે સ્થાપનાનિક્ષેપો કેવલ્યાવસ્થાનો જ કલ્પવો જોઈએ; ગૃહસ્થાવસ્થાનો નહિ.
આવા અષ્ટાપાયમુક્ત-અનન્તચતુષ્ટયગુણસંપન્ન દેવાધિદેવની પુષ્પોથી જે પૂજા થાય તે અશુદ્ધ અષ્ટપુષ્પી પૂજા કહેવાય. અશુદ્ધ : અષ્ટપુષ્પી પૂજા સ્વર્ગદાત્રી કેમ?
અશુદ્ધ અષ્ટપુષ્પી પૂજાનો કરનાર એક સંસારી આત્મા છે.
રાગાદિ મળો તો તેનામાં ખીચોખીચ ભરેલા જ હોય. પરંતુ આ મળોને કાઢવા માટે પ્રારંભમાં તો કોઈક રાગાદિની જ જરૂર રહે.
પ્રારંભિક કક્ષાની સાધનાઓમાં અશુભરાગાદિને ખતમ કરવા માટે શુભરાગાદિની અનિવાર્ય જરૂર રહે છે.