SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી ગુજરાત ભારતમાં છે, અમદાવાદ પણ ભારતમાં છે એમ કેમ કહેવાય! આખું વૃક્ષ પડી ગયું એમ કહ્યા પછી ડાળીઓ પણ પડી ગઈ એમ કહેવું જરૂરી ખરું ? ૩૧ આખું પુસ્તક બળી ગયુંએમ કહ્યા પછી એના પૃષ્ટો બળી ગયા એમ કહેવું આવશ્યક ખરું ? ઈધન શાંત થઈ ગયું એમ કહ્યા પછી અગ્નિ શાંત થઈ ગયાનું વિધાન કોઈ વિધાનસભામાં જરૂરી ગણાય ખરું? રાગ ભળી ગયો તો દ્વેષ બળી જ ગયો. એ કાંઈ કહેવું ન પડે. આત્માઓએ પોતાના આત્મામાંતી રાગભાવને બાળી નાંખ્યો એ આત્માઓએ દ્વેષભાવને બાળી જ નાંક્યો. અગ્નિ શાંત થાય અને ધુમાડો શી રીતે જીવતો રહે ! અને જ્યાં રાગ અને દ્વેષના ભયંકર ભાવો સળગી ઊઠ્યા ત્યાં એક જ અન્તર્મુહૂર્તમાં ત્રિકાળજ્ઞાની - સર્વજ્ઞ બની જ જવાય. જે કોઈ અજ્ઞતા છે એ રાગાદિભાવોને આભારી છે. જેવા રાગાદિભાવો નાશ પો છે તેવું જ્ઞાન પ્રગટે છે. રાગાદિભાવના પૂર્ણનાશમાં જ્ઞાન પૂર્ણતાની ટોચને પામી જ જાય. જે સર્વજ્ઞ બને તે જગતના સર્વ પદાર્થોને, અને તેના સર્વ પર્યાયોને જાણે.ય અને જે સર્વ દ્રવ્ય પર્યાયને જાણે તે સર્વ દ્રવ્ય પર્યાયને જુએ તો ખરા જ. માટે જ રાગ-દ્વેષ વિનાના સર્વજ્ઞ બને એમ કહેવાથી જ તેઓ સર્વદર્શી બને એ વાત સમજી જ લેવાય. સર્વજ્ઞ હોય તે અવશ્ય સર્વદર્શી હોય. એકબીજા વિના ક્યાંય ન રહી શકે તેવા આ બે ગુણો છે. તોપાન જાગ્યું છે આજે સર્વજ્ઞત્વની જ્ઞાન-મર્યાદાના નિર્ણયનું. ભોગીઓની અને અંધ અશ્રદ્ધાળુઓની દુનિયામાં! પણ આપણને તે દુનિયા સાથે કોઈ નિસ્બત નથી. આપણે તો ચાલવું છે શાસ્ત્ર-ચક્ષુથી શાસ્ત્રજ્ઞોની દુનિયામાં! આપણે પરિકમ્મા કરવી છે શ્રદ્ધાના રોકેટથી શાસ્ત્રોના વિશ્વની! એની બહારના જગત સાથે આપણને શી નિસ્બત!
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy